ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીઃ 138 જમાતીઓ પોલીસ કાર્યવાહીને કારણે પોતાના વતન પરત જવા અસક્ષમ - મરકઝ નિઝામુદ્દીન

મરકઝ નિઝામુદ્દીન કેસમાં જ્યારે એફઆઈઆર નોંધાઈ હતી, ત્યારે ચાંદની મહેલમાં જમાતિયોના મુદ્દે 4 એફઆઈઆર નોંધાઈ હતી. 138 વિદેશી જમાતી સહિત કુલ 184 જમાતીઓ વિરુદ્ધ આરોપ હતા.

jamati can't return to their country due to police action
દિલ્હીઃ 138 જમાતીઓ પોલીસ કાર્યવાહીને કારણે પોતાના વતન પરત જવા અસક્ષમ

By

Published : Aug 10, 2020, 4:43 PM IST

નવી દિલ્હીઃ જ્યારે મરકઝ નિઝામુદ્દીન કેસમાં એફઆઈઆર નોંધાઈ હતી, ત્યારે ચાંદની મહેલમાં જમાતિયોના મુદ્દે 4 એફઆઈઆર નોંધાઈ હતી. 138 વિદેશી જમાતી સહિત કુલ 184 જમાતીઓ વિરુદ્ધ આરોપ હતા. ચાંદની મહેલ પોલીસે આ વિદેશી જમાતીઓની એલઓસી (લુક આઉટ સર્ક્યુલર)ની સૂચના બહાર પાડી હતી. આને કારણે, તે પોતાના દેશ જવા સક્ષમ નથી. સૂત્રો પ્રમાણે હવે તેઓએ આ માટે કોર્ટની પરવાનગી લેવી પડશે.

મળતી માહિતી મુજબ માર્ચ મહિનાના છેલ્લા મહિનામાં નિઝામુદ્દીન સ્થિત મરકઝ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અહીં, જ્યારે પોલીસે જગ્યા ખાલી કરવા કહ્યું ત્યારે ઘણા લોકો દિલ્હીના વિવિધ વિસ્તારોની મસ્જિદમાં ગયા હતા. 184 જમાતી ચાંદની મહેલ વિસ્તારમાં મળ્યાં હતા. જેમાં 138 જમાતીઓ વિદેશી હતા. પોલીસે તેમની શોધખોળ કરી હોસ્પિટલ અને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલ્યા હતા. આ સમગ્ર ઘટના માટે ચાંદની મહેલ પોલીસ સ્ટેશનમાં 4 એફઆઈઆર નોંધાઈ હતી. તેમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાંચે નિઝામુદ્દીન મરકઝ કેસમાં વિદેશી જમાતી પર લુક આઉટ નોટિસ જાહેર નહતી કરી, પરંતુ ચાંદની મહેલ પોલીસે કરી હતી. નિઝામુદ્દીન મરકઝ કેસના મોટાભાગના વિદેશીઓ સ્વદેશ પરત ફરી ગયા છે. પરંતુ ચાંદની મહેલ કેસના 138 જમાતી તેમના દેશમાં પાછા જઈ શક્યા નથી. તેમનો પાસપોર્ટ હજિ પોલીસમાં જમા છે. પોલીસ સૂત્રો કહે છે કે, તેઓએ એલઓસી બંધ કરાવવા કોર્ટમાં જવું પડશે. કોર્ટના આદેશ પર એલઓસી બંધ થતાં, તેમના પાસપોર્ટ પાછા આપી શકાશે, તે પછી જ તેઓ પાછા ફરવા માટે સક્ષમ હશે.

ભારતમાં ફસાયેલા જમાતી જુદા જુદા દેશોથી અહીં મરકઝ આવ્યા હતા. જેમાં અમેરિકા, મલેશિયા, શ્રીલંકા, ગલ્ફ દેશો વગેરેમાંથી આ જમાતીઓ આવ્યા હતા. માનવામાં આવે છે કે, તેમની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ટૂંક સમયમાં પોતાના દેશ પરત ફરી શકશે.

ABOUT THE AUTHOR

...view details