ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીરમાં હિસાં માટે જમાત-એ-ઈસ્લામી સાથે જોડાયેલા સંગઠન જવાબદાર: અમેરિકી સાંસદ - jammu kashmir news

વોશિંગ્ટન: અમેરિકાના એક સાંસદે કહ્યું કે, કાશ્મીરમાં સૌથી વધુ થતી હિંસાનો સબંધ અલગાવવાદી સંગઠન જમાત-એ-ઈસ્લામી અને તેમની સાથે જોડાયેલ સંગઠનો સાથે છે. અમેરિકી સાંસદે કહ્યું કે, આ જૂથે હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સહિત લઘુમતી જૂથો વિરૂદ્ધ હિંસા કરી છે.

jamat-e-islami responsible for violence in kashmir says us congressman

By

Published : Nov 15, 2019, 10:51 AM IST

કોંગ્રેસના સદસ્ય જિમ બૈક્સને બુધવારના રોજ US કેપિટોલમાં પશ્વિમ એશિયા ફોરમ દ્વારા આયોજીત એક કોન્ફરન્સને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સાઉથ એશિયા લઘુમતી એલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું.

સાંસદે કહ્યું કે, જમાત-એ-ઈસ્લામી એક હિંસક સમૂહ છે. જે લઘુમતી ખ્રિસ્તીઓ, હિન્દુઓ, બોદ્ધ અને અહમદીઓ વિરુદ્ધ હિંસક કૃત્યોને અંજામ આપે છે.

ભારત તરફથી રિપબ્લિકન સાંસદે કહ્યું કે, 'કાશ્મીરમાં સૌથી વધુ થતી હિંસાનો સબંધ જમાત-એ-ઈસ્લામી અને તેમની સાથે જોડાયેલ આતંકવાદી સંગઠનો સાથે છે'

ABOUT THE AUTHOR

...view details