શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બારામુલાથી સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠનના જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની ઝડપી પાડ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓ હોવાની સૂચના મળી હતી, ત્યારબાદ બારામુલાના ચંદૂસા વિસ્તારના શિમલારન નાલાની પાસે બુધવારે રાત્રે ધેરાબંદી કરી તપાસ શરૂ કરી હતી.
જમ્મુ-કાશ્મીરના બારામુલામાંથી જૈશનો આતંકવાદી ઝડપાયો - એકે-47
જમ્મુ કાશ્મીરના બારામુલાથી સુરક્ષા દળ અને આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની ધરપકડ કરી છે. આ અભિયાનમાં બશીર અહમદ બેગ નામનો જૈશ આતંકવાદી એક એકે-47 રાઇફલ અને કેટલીક ગોળીઓ સાથે ઝડપાયો છે.
જમ્મુ કાશ્મીરના બારામુલામાંથી જૈશનો આતંકવાદી ઝડપાયો
તેઓએ કહ્યું કે, આ અભિયાન સમયે બશીર અહમદ બેગ નામનો એક જૈશ આતંકવાદી એકે-47 રાઇફલ અને કેટલીક ગોળીઓ સાથે ઝડપ્યો હતો. જેના પગલે સ્થાનીક પોલીસે કેસ દાખલ કર્યો હતો.
જણાવી દઇએ કે, આ પહેલા ઉતરી કાશ્મીરના કેરન સેક્ટરમાં સીમા રેખામાંથી દાખલ થયેલા આતંકવાદી સમૂહ સાથે અથડામણ થઇ હતી જેમાં 5 આતંકવાદીને ઠાર માર્યા હતા.