ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જૈશનો વીડિયો વાયરલ, બદલાની ધમકી - ટ્રમ્પનો ભારત પ્રવાસ પહેલા જૈશનો વીડિયો થયો વાયરલ

અમેકરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રાવસે આવવાના છે, ત્યારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કહેવાઈન રહ્યું છે કે, જો કોઈએ ખૂન કર્યું છે તો તેને માફ કરવામાં નહીં આવે.

trump
trump

By

Published : Feb 16, 2020, 1:13 PM IST

શ્રીનગરઃ હાલ ગુજરાત સહિત ભારતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા વાયરલ કરાયેલા વીડિયોથી તંત્ર ચિંતામાં મૂકાયું છે. આ વીડિયોમાં તેઓ પવિત્ર ગ્રંથ કુરાન શરીફાનો હવાલો આપીને કહી રહ્યાં છે કે, જો કોઈએ ખૂન કર્યુ હશે તો તેને માફ કરવામાં આવશે નહીં"

આમ, આ વીડિયોથી આતંકી હુમલાનો એંધાણ વર્તાઈ રહ્યાં છે, ત્યારે તંત્ર દ્વારા સુરક્ષાલક્ષી વ્યવસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ભારત સરકારને ધમકી આપવામાં આવી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, "જે રીતે મુસલમાનો હેરાન કરવામાં આવે છે અને તેમની દુર્વ્યવહાર કરવામાં આવે છે, તેનો બદલો લઈશું."

સુરક્ષા એજન્સીઓને આ વીડિયોની લીડ મળી છે કે, આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદીઓની એક બેઠક યોજાઇ હતી, જેમાં ISIS અને પાક સૈન્યના અધિકારીઓ પણ હાજર હતા. હિઝબુલ મુજાહિદ્દીનને સક્રિય કરવાનું પણ નક્કી કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરીઓમાં રોષ જોવા મળ્યો હતો. જેથી આ હુમલા થકી ભારતને વળતો જવાબ આપવા માટે ટ્રમ્પ પ્રવાસ દરમિયાન હુમલો કરવાનું ષડયંત્ર ઘડી રહ્યાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details