ડીસીપી સંજીવ યાદવના જણાવ્યા મુજબ, જૈશનો આંતકી અબ્દુલ માજિદની શોધખોળ કરવામાં સ્પેશ્યિલ સેલ ટેક્નિકલ સર્વિસની સાથે જ પોતાના ગુપ્તચરોની પણ મદદ લઈ રહી હતી. જમ્મુ કાશ્મીરના સોપોર જિલ્લામાં રહેતો અબ્દુલમાજિદને પકડી લાવવા બદલ દિલ્હી પોલીસ તરફથી બે લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. 2007ની ઘટનાને અનુસંધાને પોલીસને તેની શોધ કરી રહી હતી. દિલ્હી હાઈકોર્ટ દ્વારા પણ તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું અને લાંબા સમયથી પોલીસની ટીમ તેની તલાસમાં ભારતના વિવિધ ક્ષેત્રોમાં શોધખોળ કરી રહી હતી.
શ્રીનગરથી ઝડપાયો અબ્દુલ માજિદ
ડીસીપી સંજીવ યાદવના જણાવ્યા, જૈશના આંતકી અબ્દુલ માજિદની શોધખોળ માટે સ્પેશ્યિલ સેલની સાથે ટેક્નિકલ સર્વીસ અને ગુપ્તચરોની પણ મદદ લેવાઈ રહી હતી. તાજેતરમાં જ જૈશના આંતકી અબ્દુલ જેતરમાં જ તેમને સૂચના મળી હતી કે, અબ્દુલ માજિદ શ્રીનગરમાં હાજર છે અને ત્યાં પોલીસથી બચવા માટે છુપાયેલો છે. આ જાણકારી ઉપર સ્પેશ્યિલ સેલની એક ટીમ શ્રીનગરના ડાઉન ટાઉન વિસ્તારમાં પહોંચી અને ત્યાં તેને પકડી પાડવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે તેને શ્રીનગરની અદાલતમાં હાજર કર્યા પછી ટ્રાંજિટ રિમાંટ પર દિલ્હી લઈ આવી હતી.
જૈશના કારનામાઓ અંગે થશેમહત્ત્વના ખુલાસા
પોલીસના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મહોમ્મદના સંગઠનમાં અબ્દુલ માજિદની ઘણી મહત્ત્વની ભૂમિકા રહી છે. તેને જૈશની તમામ ષંડયંત્રો વિશે જાણકારી મળતી હતી. સ્પેશ્યિલ સેલ તેની ધરપકડને ખૂબ જ મહત્ત્વનું માની રહી છે. તેમને આશા છે કે, અબ્દુલની પૂછતાછ દરમિયાન જૈશના નેટવર્ક, ષંડયંત્રો અને સક્રિય આંતકીઓ વિશે ઘણી જાણકારી મળી રહેશે.