ગુજરાત હાઈકોર્ટમાં દાખલ એક અરજીનો જવાબ આપતા વિદેશ પ્રધાન એસ જયશંકરે સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં તેમને રાજ્યસભાની પેટા ચૂંટણીમાં પોતાની ચૂંટણીનો બચાવ કર્યો છે. જયશંકર સામે હારનાર ઉમેદવાર ગૌરવ પંડ્યાએ ચૂંટણી પંચના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યા ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જયશંકર સામે ચૂંટણી હારી ગયા હતા.