ઓરિસ્સાઃ બ્રહ્માંડના સર્વોપરી ભગવાનનો વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા આજે 23મી જૂનના રોજ યોજાઈ છે. જેમાં ત્રણ ભવ્ય રથ મુખ્ય આકર્ષણ છે, જે “નંદિઘોષ”, “તલધ્વજ” અને “દર્પદલન” (કલ્પધ્વજ) તરીકે ઓળખાય છે. “દર્પદલન” રથમાં દેવી સુભદ્રા બિરાજમાન હોવાથી કેટલાક લોકો તેને “દેબી (દેવી) દલન” રથ તરીકે પણ ઓળખે છે. ભગવાન જગન્નાથ તેમના મોટાભાઇ અને ભગિની સાથે ભવ્ય મંદિરમાંથી ‘રત્નબેડી’ (ગર્ભગૃહ) તરીકે ઓળખાતી તેમની ગાદી છોડીને તેમના જન્મ સ્થળ સુધી પહોંચવા માટે નવ દિવસની મુસાફરી ખેડે છે.
આ રથયાત્રા ‘ઘોષ યાત્રા’ અથવા ‘શ્રી ગુંદિચા યાત્રા’ તરીકે પણ ઓળખાય છે. ત્રણ દેવી-દેવતાની મુસાફરી માટે રથ તૈયાર કરવાની અને તેમને શણગારવાની કામગીરી આગવું મહત્વ ધરાવે છે. વર્તમાન સમયમાં, આગામી રથયાત્રા માટે ત્રણ રથના નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. નિર્માણ કાર્ય અત્યારે ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે. આ ત્રણ ભવ્ય રથો ખાસ શૈલીમાં તૈયાર કરવામાં આવે છે. દર વર્ષે ‘શ્રી પંચમી’ના દિવસથી રથ બનાવવા માટેનાં જરૂરી લાકડાંનો પવિત્ર સંગ્રહ કરવામાં આવે છે, જે ‘સરસ્વતી પૂજા’ તરીકે પણ ઓળખાય છે (જે ઓડિશાના માઘ મહિના (અર્થાત્ જાન્યુઆરી-ફેબ્રુઆરી)માં સુદ પાંચના રોજ આવે છે). પવિત્ર શરૂઆત બાદ રથ બનાવવા માટે લાકડાના એકત્રીકરણનું એકત્રીકરણ શરૂ કરવામાં આવે છે. ત્રણ રથ બનાવવા માટે લાકડાના 865 લોગની જરૂર પડે છે.
રથ બનાવવાની વાસ્તવિક કામગીરી અક્ષય તૃતિયાના દિવસથી શરૂ થાય છે. દર વર્ષે રથનું નિર્માણ કાર્ય ‘શ્રી નાહર’ (રાજાના મહેલ) સમક્ષ શરૂ કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે રથ બનાવવાના મંગળ કાર્યનો પ્રારંભ મંદિરના સંકુલમાં કરવામાં આવ્યો હતો. પરંપરાગત પૂજા-અર્ચના કર્યા બાદ વિશ્વકર્મા સેવક (મુખ્ય સુથાર) રથ બનાવવાની કામગીરી શરૂ કરે છે. લાકડાનાં લોગ કાપવાના કાર્યમાં પરોવાયેલા સુથાર તથા ભોઇ સેવકો, પેઇન્ટરો અને લુહાર રથ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રથ બાંધવા માટે 58 દિવસનો સમય લાગે છે. તે દિવસે ત્રણેય દેવી-દેવતા તેમના ‘અનાસર’માંથી બહાર આવે છે અને ભાવિકોને દર્શન આપે છે, ભગવાનના અનુમોદનના પ્રતીકસમાન હાર મંદિરમાંથી આવે છે, ત્યાર બાદ ત્રણ રથોને ખેંચીને મંદિરના સિંહ દ્વારની સામે લાવવામાં આવે છે.