મુખ્ય સચિવ એલ.વી સુબ્રમણ્યમે આ વાત અઠવાડીયાની શરૂઆતમાં મંદિરના પ્રવાસ દરમિયાન કહી હતી. તેમણે કહ્યું કે, કર્મચારીઓની તપાસ કરવામાં આવશે જે નક્કિ કરશે કે, ગેર હિન્દુ ધર્મ પાલન તો નથી કરી રહ્યાને.
તિરુમાલા મંદિરમાં ગેર હિન્દુ કર્મચારીઓ પદ છોડે: જગન સરકાર
તિરુપતિ: આધ્ર પ્રદેશ સરકારે આદેશ આપ્યો કે, તિરુમાલા મંદિરમાં કામ કરનારા જે કર્મચારીઓને હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મ પાળવો છે, તેમણે પોતાનું પદ છોડવું પડશે. અધિકારીઓને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના બધા કર્મચારીઓના વિશે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ કર્મચારી દુનિયાના સૌથી ધનવાન મંદિર તિરુપતિનું સંચાલન કરે છે.
jagan
મુખ્ય સચિવે કહ્યું કે, કોઈને પણ બીજા ધર્મની લાગણી દુભાવવાનો અધિકાર નથી. તેમણે કહ્યું કે, આવા લોકોને પોતે જ સામે આવીને TTDની નોકરી છોડી દેવી જોઈએ. એક એનુમાન પ્રમાણે TTDમાં કુલ 48 ગેર હિન્દુ અધિકારી અને કર્મચારી છે. કેટલાક લોકોને તિરુપતિ મંદિરમાં વધતા ધર્મપરિવર્તને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.