ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસને 22 બેઠકો મળી છે. બંને નેતાઓની મુલાકાત દરમિયાન મોદી સરકારને બહારથી અથવા મુદ્દા આધારિત સમર્થન આપવાની વાત પર ચર્ચા થઈ શકે છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ જગનમોહન રેડ્ડીને જીત માટે શુભેચ્છા પાઠવી હતી. જગન મોહને આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અને કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યમાં ફંડની માગ કરી છે. તે બાદ જગન મોહન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
YS જગનમોહન રેડ્ડીએ PM મોદી સાથે કરી મુલાકાત - YSR Congress Party
નવી દિલ્હી: YSR કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડી દિલ્હી પોહચ્યા છે. તેમણે આજે PM મોદી સાથે મુલાકાત કરી હતી. આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બહુમત મળી છે. 30 મેના રોજ મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે.
YSR કોગ્રેસના પ્રમુખ સાથે મુલાકાત બાદ PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, આંધ્ર પ્રદેશના ભાવી મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડી સાથે મુલાકાત સારી રહી. આ દરમિયાન અમારી વચ્ચે આંધ્ર પ્રદેશના વિકાસ સંબધિત ઘણા મુદ્દો પર ઉપયોગી વાતચીત થઈ. મોદીએ વધુમાં કહ્યું કે પોતાના કાર્યકાળમાં કેન્દ્ર સરકારના તરફ આંધ્ર પ્રદેશને શક્ય મદદ કરવાની ખાતરી આપી છે.
નોંધનીય છે કે, જગન મોહન રેડ્ડીને આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મળી છે. 30 મેના રોજ 2019 જગનમોહન રેડ્ડી મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે.