ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જગન રેડ્ડીએ મુખ્યપ્રધાન તરીકે સંભાળ્યો કાર્યભાળ

અમરાવતીઃ આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન વાઈ. એસ. જગન મોહન રેડ્ડીએ શનિવારે મુખ્યપ્રધાન કાર્યાલય પહોંચી પોતાનો ચાર્જ સંભાળ્યો છે.

hd

By

Published : Jun 8, 2019, 1:53 PM IST

જગન મોહન રેડ્ડી ,રાત્રે 8ઃ39 કલાકે સચિવાલય ખાતે પહોંચ્યા, જ્યાં વરિષ્ઠ અધિકારીઓ અને તેમના પક્ષના વરિષ્ઠ નેતાઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યુ.

હિન્દુ પૂજારીઓના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જનગ રેડ્ડીએ પોતાના કાર્યાલયમાં પ્રવેશ લીધો.

જગન રેડ્ડી 30 મેના રોજ શપથ લીધા બાદ પોતાના આવાસમાં કામ કરી રહ્યા હતા.

મુખ્ય સચિવ એલ. વી. સુબ્રહ્મણ્યમ, મુખ્યપ્રધાનના મુખ્ય સલાહકાર અજેય કલ્લમ, રાજ્ય પોલીસ વડા ગૌતમ સવાંગ, મુખ્યપ્રધાન કાર્યાલયના અધિકારીઓ અને વિવિધ વિભાગોના સચિવોએ જનગ રેડ્ડીનું સ્વાગત કર્યુ.

પોતાની ખુરશી પર બિરાજ્યા બાદ જગને આશા કાર્યકર્તાઓનું વેતન વધારીને 10,000 રૂપિયા કરવા, અનંતપુર એક્સપ્રેસ હાઈવેના નિર્માણ અને પત્રકારો માટે વીમાનું નવીની કરણ સાથે સંકળાયેલ ફાઈલો પર હસ્તાક્ષર કર્યા હતા.

વાઈએસઆરસીપીએ ગયા મહિને 175 સદસ્યવાલી આંધ્ર પ્રદેશ વિધાનસભાની 151 બેઠકો પર વિજય મેળવી પ્રંચડ બહુમત સાથે રાજ્યની સત્તા મેળવી છે.

ABOUT THE AUTHOR

...view details