ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની જગપ્રવેશ હૉસ્પિટલમાં સ્ટાફના 16 લોકો કોરોના પોઝિટિવ - જગપ્રવેશ હૉસ્પિટલમાં સ્ટાફના 16 લોકો કોરોના પોઝિટિવ

દિલ્હીની જગપ્રવેશ હૉસ્પિટલ સ્ટાફના 16 લોકો કોરોના પોઝિટિવ છે. જેમને હાલ ક્વોરેન્ટાઈન કરાયા છે. જેના કારણે હૉસ્પિટલમાં સારવારના પ્રશ્ન ઉભો થયો છે.

દિલ્હી
દિલ્હી

By

Published : Jun 10, 2020, 8:45 PM IST

દિલ્હીઃ શહેરમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓનો આંકડો 32,000એ પહોંચ્યો છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે, દિલ્હીમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે અને હૉસ્પિટલોની હાલત દિવસેને દિવસે બગડી રહી છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હૉસ્પિટલમાં સુવિધા છે અને બેડની પણ સંપૂર્ણ છે. પરંતુ લોકોની સાવાર કરતાં કોરોના મેડિકલ સ્ટાફ જ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જગ પ્રવેશ હૉસ્પિટલમાં સ્ટાફના 16 લોકો કોરોના પોઝિટિવ છે. સારાવારનો એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.

જગપ્રવેશ હોસ્પિટલમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં અહીંના મેડિકલ સ્ટાફ પણ કોરોના ઇન્ફેક્શનના ઝપેટમાં આવી રહ્યો છે. જેથી મેડિકલ સ્ટાફમાં ચેપનું જોખમ સતત વધી રહ્યું છે. અહીંના તબીબી સ્ટાફમાં 16 લોકો કોરોના પોઝિટિવ છે. જેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. જેના કારણે સ્ટાફની અછત વર્તાઈ રહી છે.

કોવિડ-19 હૉસ્પિટલોમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની વધતી સંખ્યા હવે ચિંતાનો વિષય બની છે. હૉસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ અછત સર્જાવવા લાગી છે ત્યારે સરકાર પર લોકોની સારવારનો પ્રશ્ન મંડરાઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details