ગુજરાત

gujarat

By

Published : Jul 18, 2019, 10:21 AM IST

ETV Bharat / bharat

કુલભૂષણ જાધવની '1 રૂપિયામાં જીત', પાકિસ્તાનની 'કરોડોની હાર'

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતીય નેવીના નિવૃત સૈનિક કુલભૂષણ જાધવની માત્ર 1 રૂપિયામાં જીત થઈ છે. જ્યારે પાકિસ્તાને કરોડો ખર્ચ કર્યા બાદ પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. શું છે સમગ્ર ઘટના, વાંચો સંપૂર્ણ અહેવાલ...

pak

એક દિવસની 30 લાખ રૂપિયા ફી વસુલતા ભારતના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ આંતરરાષ્ટ્રીય કૉર્ટમાં ફક્ત 1 રૂપિયામાં કુલભૂષણ જાધવનો પક્ષ રજૂ કર્યો છે. તત્કાલિન વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે 15 મે 2017ના રોજ ટ્વીટ કરી આ અંગે દેશના લોકોને અવગત કર્યા હતા. હરીશ સાલ્વેનો જન્મ 1955માં થયો હતો. તેઓ 1999થી 2002 સુધી દેશના સાલીસીટર જનરલ રહ્યાં હતા. તેમના પિતા પૂર્વ કોંગ્રેસ સાંસદ અને ક્રિકેટ પ્રકાશક હતા.

કુલભૂષણનો કેસ લડનાર વકીલ હરીશ સાલ્વે

બીજીતરફ પાકિસ્તાને કુલભૂષણ જાધવને જાસૂસ અને આંતકવાદી જાહેર કરવા માટે પાકિસ્તાન સરકારે 20 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. પાકિસ્તાને પોતાના વકીલ ખાવર કુરૈશીને આ રકમ ચૂકવી છે. પાકિસ્તાની સરકારે સંસદમાં રજૂ કરેલા બજેટમાં આ રકમ જાહેર કરી છે. આર્થિક રીતે પાયમાલ થયેલા પાકિસ્તાને કુલભૂષણ પાછળ કરેલા ખર્ચાને સંદર્ભે વિશ્વભરમાં તેની પર માછલાં ધોવાઈ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details