ગુજરાત

gujarat

ETV Bharat / bharat

J-Kમાં લાલ ચોક પર શરૂ થયો વાહનવ્યવહાર, પરિસ્થિતી બની સામાન્ય

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરની પરિસ્થિતી ધીરે- ધીરે સામાન્ય બની છે. રાબેતા મુજબ વાહનવ્યવહાર શરૂ થયો છે. જો કે, કેટલાંક વિસ્તારોમાં હજુ પણ લોકોએ દુકાનો પર તાળાં મારી રાખ્યાં છે.

J-K લાલ ચોક પર શરૂ થયો વાહવ્યવહાર, પરિસ્થિતી બની સામાન્ય

By

Published : Aug 29, 2019, 8:11 PM IST

Updated : Aug 29, 2019, 9:08 PM IST

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી હતી. ત્યારબાદ જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયું હતું. સરકારના આ નિર્ણયથી જમ્મુ કાશ્મીરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જેથી તંત્રએ સંવેદનશીલ વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કર્યુ હતું.

પરિસ્થિતી પર કાબૂ મેળવવા માટે લેન્ડલાઈન અને ઈન્ટરનેટ સુવિધાઓ પણ બંધ કરવામાં આવી હતી. જો કે, કેટલીક જગ્યાઓએ આ સેવાઓ સરકાર દ્વારા ફરીથી શરૂ કરવામાં આવી હતી. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવાયો હતો.

Last Updated : Aug 29, 2019, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details