જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના નાપાક મંસૂબાઓને કચડવા માટે ભારતીય સેના આતંકના આકાઓનો સફાયો કરી રહી છે. ઝાકિર મૂસાના મૃત્યું બાદ અલકાયદા સાથે જોડાયેલા સંગઠન અંસાર ગજવત ઉલ હિન્દની કમાન સંભાળનાર આતંકી હામિક લલહારીને હવે સેનાએ મોતને ઘાટ ઉતારી દીધો છે. જો કે ‘ઓપરેશન ઓલઆઉટ’ના અંતર્ગત સેનાની રણનીતિ છે કે, આતંકી કમાન્ડર પસંદ કરવા કે ચર્ચામાં આવતા જ ઝડપથી ટોપ આતંકીઓને ખાત્મો કરી દેવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, અંસાર ગજવાત ઉલ હિંદનો ચીફ લલહારી ઠાર
જમ્મુ-કાશ્મીર: આતંકવાદી જાકિર મૂસાના ખાત્મા બાદ આતંકવાદી સંગઠન અંસાર ગજવત ઉલ હિંદે પોતાના નવા ચીફની જાહેરાત કરી હતી.જાકિર મૂસા બાદ જમ્મુ કાશ્મીરમાં ભય અને ફેલાવવાની જવાબદારી હામિદ લલહારી નામના આતંકવાદીને સોંપવામાં આવી હતી.આજે ભારતીય સૈન્યને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરમાં સેનાએ અંસાર ગજવાત ઉલ હિંદનો ચીફ લલહારી ઠાર કર્યા હતા.
આતંકવાદી જાકિર મૂસાના ખાત્મા બાદ આતંકવાદી સંગઠન અંસાર ગજવાત ઉલ હિંદે પોતાના નવા ચીફની જાહેરાત કરી હતી. જાકિર મૂસા બાદ જમ્મુ કાશ્મીરમાં ભય ફેલાવવાની જવાબદારી હામિદ લલહારી નામના આતંકવાદીને સોંપવામાં આવી હતી.
હામિદ લલહારી સ્થાનિક આતંકવાદી છે. હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા કમાન્ડર મૂસાને 27 જુલાઇ 2017ના રોજ અંસાર ગજવાત ઉલ હિંદનો ચીફ બનાવવામાં આવ્યો હતો. અંસાર હિંદ કુખ્યાત આતંકવાદી સંગઠન અલ કાયદાની ભારતની શાખાનું નામ છે. આ સંગઠનનું કામ ભારતમાં અલ કાયદાની ગતિવિધિઓને ફેલાવવાનું છે.