શ્રીનગરના લાલ બજાર પાસે આવેલા પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં SSB જવાનને ગંભીર ઈજા થઈ છે. હાલ, તેઓ સારવાર હેઠળ છે.
શ્રીનગરના લાલ બજાર નજીકના પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ, SSB જવાનને ગંભીર ઈજા - શ્રી નગર ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. શ્રીનગરના લાલ બજારમાં આવેલા પોલીસ સ્ટેશન પાસે બ્લાસ્ટ થયો છે. જેમાં SSB જવાનને ગંભીર ઈજા થઈ છે.
srinagar
સમગ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે વિસ્તારમાં ઘેરબંદી કરવામાં આવી હતી. આ સાથે જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની ખબર હજુ સુધી બહાર આવી નથી.