શ્રીનગર: સંસદ પર હુમલો કરનાર દોષી આતંકવાદી અફઝલ ગુરુને આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી. જેને લઈ જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની આંશકાને લઈ પ્રશાસને 2G મોબાઈલ સેવા પર રોક લગાવી છે.
કાશ્મીરમાં 2G ઈન્ટરનેટ સેવા બંધ, JKLF પર હિંસા ભડકાવવાનો આરોપ - મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ
જમ્મૂ-કાશ્મીરમાં અશાંતિની આશંકાને લઈ પ્રદેશના ગૃહ વિભાગે કાશ્મીરમાં 2G મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. પ્રતિબંધિત સંગઠન જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટ પર પ્રદર્શનમાં હિંસા ભડકાવવાની કોશિશ કરવાનો આરોપ લાગ્યો છે.
ઓલ પાર્ટી હુરિયત કૉન્ફરન્સે અફઝલ ગુરુની પૂણ્યતિથિ પર કાશ્મીરમાં બંધનું એલાન કર્યું છે. જેને લઈ આજે ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી છે. આ સંદર્ભમાં અધિકારીઓએ કહ્યું કે, શ્રીનગરના કેટલાક ભાગોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારે ગત મહિને કાશ્મીરમાં 2G મોબાઈલ શરુ કરી હતી.
આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, જેકેએલએફ કાશ્મીર ઘાટીમાં હિંસા અને કાનૂન વ્યવસ્થાની સ્થતિ ભડકાવવાનો પ્રયાસ કરી રહી છે. શ્રીનગર પોલીસે કોઠીબાગમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ 11 જેટલા કેસ નોંધયા છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.