ગુજરાત

gujarat

ETV Bharat / bharat

J-K: અનંતનાગમાં આતંકવાદી હુમલો, સરપંચનું મોત - સરપંચનું મોત

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે સરપંચ અજય પંડિતને આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતક અજય પંડિત કોંગ્રેસ પાર્ટીનો સભ્ય હતો.

J&K: Sarpanch shot dead in Anantnag
અનંતનાગમાં આતંકવાદી હુમલો, સરપંચનું મોત

By

Published : Jun 8, 2020, 9:25 PM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે સરપંચ અજય પંડિતને આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતક અજય પંડિત કોંગ્રેસ પાર્ટીનો સભ્ય હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અનંતનાગ જિલ્લાના લાસીપોરા વિસ્તારના સરપંચ અને કોંગ્રેસ પાર્ટીના સભ્ય અજય પંડિતને આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સાંજે લગભગ છ વાગ્યે, પંડિતને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને હત્યાની જવાબદારી લીધી નથી.

અજય પંડિતના મોત પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, પાકિસ્તાનના આતંકવાદીઓએ તેમની હત્યા કરીને મોટો ગુનો કર્યો છે. પાકિસ્તાની આતંકવાદીઓને ભારે કિંમત ચૂકવવી પડશે.

ABOUT THE AUTHOR

...view details