શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના સૈનિકે પોતાની સર્વિસ રાઇફલથી પોતાને ગોળી મારી દીધી હતી. આ બનાવમાં સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેની હાલત નાજુક છે.મળતી માહિતી મુજબ, જવાનની ઓળખ કોન્સ્ટેબલ પરવીન મુંડા તરીકે થઈ છે. જે શ્રીનગરની સીઆરપીએફની 61મી બટાલિયનમાં છે.
જમ્મુ-કાશ્મીર: CRPF જવાને પોતાને ગોળી મારી, હાલત ગંભીર - CRPF જવાને પોતાને ગોળી મારી
શ્રીનગરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના એક જવાને પોતાને ગોળી મારી દીધી હતી. યુવકની હાલત ગંભીર છે. જવાનને 92 બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીર: CRPF જવાને પોતાને ગોળી મારી, હાલત ગંભીર
સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર, જવાને શુક્રવારે સવારે શ્રીનગરના દાલગેટ વિસ્તારમાં આવેલા તેના યુનિટમાં પોતાની સર્વિસ રાઇફલથી ગોળી મારી હતી. આ ઘટના પછી તરત જ સાથી સૈનિકોની મદદથી જવાનને 92 બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. આ કેસમાં તપાસ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જવાન તેની અંગત સમસ્યાઓને કારણે થોડા સમયથી પરેશાન હતો.