શ્રીનગર : વિશ્વ સહિત દેશ હાલમાં કોરોના સામે ઝઝૂમી રહ્યો છે, પરંતુ નાપાક પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાઝ નથી આવતુ. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં LOC પાસે ગોળીબારી કરી હતી. આ ગોળીબારીમાં ત્રણ સ્થાનિક લોકોના મોત નિપજ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત, ગોળીબારીમાં 3ના મોત - પાકિસ્તાન
જમ્મુ કાશ્મીરમાં સીમા રેખા પાસે પાકિસ્તાન તરફથી થયેલી ગોળીબારીમાં ત્રણ સામાન્ય નાગરિકના મોત નિપજ્યા હતા. જેનો વળતો જવાબ ભારતીય સેનાએ પણ આપ્યો હતો.
સૂત્રોના જણાવ્યાં અનુસાર 6.45 કલાકે પાકિસ્તાનથી ગોળીબારી શરૂ થઇ હતી. જેમાં પાકિસ્તાને સીમા રેખા પાસે બાલાકોટ અને મેંઢર સેક્ટરમાં ગોળીબારી કરી હતી. સેનાએ તેનો આકરી રીતે જવાબ આપ્યો હતો.
આ પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી સ્થાનો પર હુમલો કરી તેનો નાશ કર્યો હતો. જણાવી દઇએ કે પાકિસ્તાન તરફથી આતંકી ભારતીય સીમામાં દાખલ થતા હોય છે. સેનાએ કુપવાડા જિલ્લામાં કેરન સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરેલા સંધર્ષ વિરામનું ઉલ્લંઘનના જવાબમાં આતંકીએ ચોકીઓનો નાશ કર્યો હતો. હવે આ હુમલામાં આતંકી કેમ્પનો સંપૂર્ણ રીતે નાશ થયો હતો.