પટના: હરિયાણાના ગુરુગ્રામથી સાઈકલ પર પોતાના પિતાને બેસાડીને 15 વર્ષની એક યુવતી બિહારના દરભંગા આવી હતી. આ પછી જ્યારે આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને મીડિયાના માધ્યમથી બહાર આવ્યા, ત્યારે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ખુશ થઈ ગઈ હતી અને બિહારની પુત્રી જ્યોતિ કુમારીની તસવીર ટ્વીટ કરી હતી અને સલામી આપી હતી.
બેટી બની શ્રવણ કુમાર 1,200 કિલોમીટરનું અંતર કાપીને પોતાના પિતાને ઘરે લાવી, ઇવાન્કાએ તસવીર ટ્વીટ કરી સલામી આપી ટ્વિટમાં ઇવાન્કા ટ્રમ્પે લખ્યું છે કે 15 વર્ષની જ્યોતિ કુમારી તેના ઘાયલ પિતાને સાયકલ પર લઇ ગઈ હતી અને સાત દિવસમાં 1,200 કિલોમીટરનું અંતર કાપીને તેને તેના ગામ લઈ ગઈ હતી. તે ભારતીયોની સહનશીલતા અને તેમના અધગ પ્રેમનું પ્રતિબિંબ છે.
બેટી બની શ્રવણ કુમાર 1,200 કિલોમીટરનું અંતર કાપીને પોતાના પિતાને ઘરે લાવી, ઇવાન્કાએ તસવીર ટ્વીટ કરી સલામી આપી જ્યોતિ કુમારીનું સન્માન કરાયું...
તમને જણાવી દઈએ કે એક બેટી બની "શ્રવણ કુમાર" ઇટીવી ભારતે આ લાઇન જયોતિ માટે લખી હતી, જે તેના બિમાર પિતાને લોકડાઉન દરમિયાન બિહારના દરભંગા લઈ ગઈ હતી. જ્યોતિના હિંમતભેર પગલાને જોતા ડીએમના ઘણાં જનપ્રતિનિધિઓએ તેમનું સન્માન કર્યું છે. આ પછી જ્યોતિને હવે સાયકલિંગ ભારત સાઇકલિંગ ફેડરેશન ઈન્ડિયા (CFI) દ્વારા ટ્રાયલ માટે બોલાવવામાં આવી છે. ફેડરેશનના અધ્યક્ષ વી.એન.સિંહે આ ઓફર કરી છે.