નાગરિકતા સંશોધન બિલ (CAB) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહેલી અરજી દાખલ કરવામાં આવી છે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ)ના ચાર સાંસદોએ તેમની અરજીમાં કહ્યું છે કે, બંધારણ ધર્મના આધારે વર્ગીકરણની મંજૂરી આપતું નથી. આ બિલ બંધારણની કલમ 14 નું ઉલ્લંઘન છે, તેથી આ બિલ રદ કરવું જોઈએ.
નાગરિકતા સંશોધન બિલઃ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું મુસ્લિમ લીગ - Indian Union Muslim League
નવી દિલ્હીઃ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)એ નાગરિકતા બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો છે. નાગરિકતા સંશોધન બિલની વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં પહેલી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે ધર્મના આધારે વર્ગીકરણની સંવિધાન મંજૂરી આપતું નથી. જેથી આ બિલને રદ કરવું જોઈએ.
નાગરિકતા સંશોધન બિલ
NRC પર વાત કરતા IUMLએ કહ્યું જ્યારે આસામમાં NRC લાગુ કરવામાં આવી ત્યારે અંતિમ સૂચિમાંથી બાકી રહેલા 19 લાખ લોકોમાંથી આશરે 1.4 લાખ બિન-મુસ્લીમ છે. CAB દ્વારા તેમને નાગરિકત્વ આપવા માટે કવાયત કરવામાં આવી રહી છે.