નવી દિલ્હી: સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન નબળું થઇ ગયું છે. "રાજ્યના નેતાઓએ રાહુલ ગાંધીને કહ્યું કે, વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં બહુ મોડું થઈ ગયું છે."
બિહાર વિધાનસભાની ચૂંટણીને થોડા મહિના બાકી હોવા છતાં, કોંગ્રેસના નેતાઓએ ઓનલાઇન પાર્ટીની બેઠક દરમિયાન રાહુલ ગાંધીને કહ્યું હતું કે, સંગઠનાત્મક માળખાના અભાવને કારણે બિહારમાં ચૂંટણી લડવાની તૈયારી કરવામાં મોડુ થઈ ગયું છે. પાર્ટી સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી.
રાહુલ ગાંધીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્ય એકમના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય પ્રધાન તારિક અનવર એવા નેતાઓમાં શામેલ હતા જેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે એપ્રિલ-મે 2019 માં લોકસભાની ચૂંટણી બાદ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈતી હતી.