ભારતીય નૌકાદળ-
કોવિડ-19 પરીક્ષણ માટે 38 નમુના ધરાવતા ભારતીય નૌકાદળના ડોરનીયર એરક્રાફ્ટમાં તપાસ માટે INS હંસાથી પુણે જવા રવાના થયુ હતું.જે નમુના ગોવાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યા હતા.
દેશમાં વધતા જતા કોરોના વાયરસના કેસને સંભાળવા અને વેન્ટીલેટરની જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારતીય નૌકાદળ વેન્ટીલેટર તૈયાર કરી રહ્યુ છે જે એક સાથે છ દર્દીઓને સારવાર પુરી પાડવામાં મદદરૂપ થશે.
ભારતીય સશસ્ત્ર દળ-
25000 જેટલા એનસીસીના જવાનો, નિવૃત લશ્કરી આરોગ્ય અધિકારીઓ ભારતમાં કોરોના વાયરસ વકરે તો સરકારને ગમે તે ઘડીએ મદદરૂપ થવા માટે તૈયાર છે.
અંદાજે નવ હજાર બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને 8500 તબીબો અને મેડીકલ સપોર્ટ સ્ટાફને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.
જેસલમેર, જોધપુર, ચેન્નાઇ, માનેસર, હિંદન ને મુંબઇમાં એક હજારથી વધારે વધુ લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેમનો સમયગાળો સાત એપ્રિલ રોજ પૂર્ણ થશે.
ભારતીય વાયુ સેના-
જમીન માર્ગે પરિવહનમાં મુશ્કેલી હોવાથી તબીબી સાધનો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડવા માટે તાત્કાલિક ધોરણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મણિપુર અને નાગાલેન્ડમાં હવે ભારતીય વાયુ સેનાને સક્રિય કરવામાં આવી છે.
ભારતીય વાયુસેનાના અધિકારીએ જણાવ્યુ કે પાછલા ત્રણ દિવસમાં 25 ટન જેટલો પુરવઠો વિમાન માર્ગે સપ્લાય કરાયો છે. વાયુ સેનાનો કાફલો દેશભરમાંથી ઉભી થતી માંગને પહોંચી વળવા સજ્જ છે. તો હવે સી 17 હેવી લિફ્ટર, એએન 32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને સીસી 130 જેવા ખાસ વિમાનોની મદદ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની હેરફેર માટે લેવામાં આવી રહી છે.
આ ઉપરાંત,નાના ડોર્નીઅર વિમાનનું સંચાલન ભારતીય વાયુ સેના અને નૌકાદળ દ્વારા કરવામાં આવે છે. જેનો ઉપયોગ પરીક્ષણ માટે લેવામાં આવેલા નમુના મોકલવા તેમજ તાત્કાલિક ધોરણે તબીબી ટીમોને મોકલવા માટે કરવામાં આવે છે. વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યુ કે નાના ડોર્નીયર વિમાનનો ઉપયોગ તબીબી પુરવઠા જેમ કે પર્સનલ પ્રોટેક્શન ઇક્વીપમેન્ટ, હેન્ડ સેનીટાઇઝર્સ, સર્જીકલ ગ્લોવ્સ, થર્મલ સ્નેકર અઅને તબીબી કર્મચારી માટે થાય છે.
નૌકાદળે દરિયાકાંઠે અને નજીકના ટાપુઓ પર મોટા પ્રમાણમાં માલની પરિવહનની જરૂરિયાતને થ્યાન રાખીને જહાજોને તૈયાર રાખ્યા છે. તો પાડોશી રાષ્ટ્રને સહાયની જરૂર હોય તો બંને જહાજોને સ્ટેન્ડ બાય રખાયા છે.
તાલીમબધ્ધ માનવશક્તિ
સૈન્યનો બીજો મોટો ફાયદો એ છે કે તે તાલીમબધ્ધ અને ખાસ માનવશક્તિ કે જે ગણતરીના કલાકોમાં સક્રિય થઇ જાય છે.
તાલીમબધ્ધ માનવશક્તિ પસંદ કરવાનું એ પણ કારણ છે કે જ્યારે કોઇ કુદરતી આફત કે નાગરિકો પર સંકટ આવે ત્યારે સૈન્યને તૈનાક કરવામાં આવે છે.
મિલેટરીમાં સેનાના નિવૃત જવાનો પરત બોલાવવા માટેની એક પધ્ધતિ છે. જે અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં નિવૃત થયેલા તમામ સૈનિકો- અધિકારીઓની સેવા લેવા માટે બોલાવી શકે છે.
અને હા જ્યારે દેશ સેવા માટે સેનાની જરૂરહો. ત્યારે બધા જ નિવૃત સૈનિકોને હંમેશા પરત લાવવા માટેની જોગવાઇ છે. લોકડાઉન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂર પડે તો મીલેટરીને તૈનાત કરી શકાય છે.