ગુજરાત

gujarat

ETV Bharat / bharat

EIA ડ્રાફટનો વિરોધ બિનજરૂરી, તમામ સૂચનોનું સ્વાગત છેઃ જાવડેકર

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે EIAના ડ્રાફ્ટનો વિરોધ કરનાર કોંગ્રેસ પર પ્રતિક્રિયા આપી હતી. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, જે લોકો આ ડ્રાફટનો વિરોધ કરે છે એ એજ લોકો છે, જેમણે પોતાના શાસનકાળ દરમિયાન કોઈ પરામર્શ કર્યા વિના મોટા નિર્ણયો લીધા હતાં.

Javadekar
કેન્દ્રીય પર્યાવરણ

By

Published : Aug 11, 2020, 7:32 AM IST

નવી દિલ્હી: પ્રકાશ જાવડેકરે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કેટલાક નેતાઓની પ્રતિક્રિયા જોઈ EIAના ડ્રાફ્ટ વિરુદ્ધ વિરોધ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જાવડેકરે કહ્યું કે, આ ડ્રાફ્ટનો વિરોધ કેવી રીતે કરી શકાય? આ અંતિમ સૂચના નથી. કોવિડ-19ના કારણે આ 150 દિવસ માટે સાર્વજનિક પરામર્શ માટે રાખવામાં આવ્યો છે. આ નિયમોઅનુસાર માત્ર 60 દિવસ છે.

તેમણે કહ્યું કે, અમે હજારો સૂચનો મળ્યા છે. અમે સૂચનોનું સ્વાગત કરીએ છીએ. અમે સૂચનો પર વિચાર કરશું, ફરી ચર્ચા કરશું અને અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરીશું, આ માટે માત્ર ડ્રાફટના વિરોધ પર કુદનારા લોકો યોગ્ય વ્યવ્હાર કરી રહ્યા નથી. જાવડેકર કહ્યું કે, જે લોકો આજે વિરોધ કરી કહ્યાં છે, એ લોકોએ જ પોતાના શાસન દરમિયાન કોઈ સૂચનો વગર મોટા નિર્ણયો લીધા હતાં.

રાહુલ ગાંધીએ પર્યાવર્ણીય પ્રભાવ આકલન 2020 અધિસૂચનાના ડ્રાફ્ટ પર વાંધો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, લૂંટ મચાવવી અને પર્યાવરણને બરબાદ થવાથી બચાવવા માટે EIA 2020ના થરડાને પરત લેવો જોઈએ. આ સિવાય પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે પણ જાવડેકરે EIA 2020ના ડ્રાફટને અપમાનજનક અને ખતરનાક કહ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ રાષ્ટ્રના યુવાઓને આના વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો આગ્રહ કર્યો છે.

તેમણે કહ્યું કે, જો EIA 2020ને સરકાર દ્વારા અધિસૂચિત કરવામાં આવે છે. તો વ્યાપક રુપથી પર્યાવરણીયના દીર્ધકાલિક પરિણામ આપણા અને ભારતીયોની ભાવિ પેઢીઓ માટે વિનાશકારી હશે. તમને જણાવી દઈએ કે, એક ઓનલાઈન ચર્ચા દરમિયાન જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે, EIA ડ્રાફટ પર્યાવરણ કાયદાને અપમાનજનક કરનારો છે. આ ડ્રાફટનું મૂળ માર્ગદર્શક EIA 2020 વ્યાપારને સરળ કરવાનો છે ન કે, પર્યાવરણને બચાવવોનો.

ABOUT THE AUTHOR

...view details