જયપુર: રાજસ્થાન ખાતે આવેલા એક ઇટાલીયન પ્રવાસી કોરોના વાયરસને લઇ શંકાસ્પદ જણાતા તેની તપાસ થઈ હતી. જેમાં પ્રવાસીનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના પગલે પ્રવાસીના નમુનાને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાઇરોલોજી, પુણે ખાતે પુષ્ટિ માટે મોકલવામાં આવ્યો છે.
ભારતમાં વધુ એક કોરાનાનો પોઝિટીવ કેસ, પૃથ્થકરણ માટે પુના મોકલાયો - Rajasthan
રાજસ્થાનમાં ઇટાલીના પ્રવાસીની કોરોના વાયરસ અંગેની તપાસ હાથ ધરતા વિદેશી પ્રવાસીનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આ સમગ્ર તપાસ કર્યા બાદ નમુનાઓને પુષ્ટિ માટે પુના મોકલવામાં આવ્યો છે.
શનિવારના રોજ પ્રથમ નમુનાનું પરીક્ષણ કરાયું હતું, પરંતુ પ્રવાસીની સ્થિતિ કથળતી હોવાનું આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું. પ્રધાને જણાવ્યું કે, બીજા સેમ્પલને એકત્રિત કરાયો હતો. આ નમુનાને પરીક્ષણ અર્થે પુના મોકલવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, ગતરોજ દેશની રાજધાની દિલ્હી સહિત તેણંગણામાં પણ કોરોના વાયરસના એક-એક કેસ સામે આવ્યાં હતાં. જેના પગલે આરોગ્ય વિભાગ દોડતું થયુ હતું. ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વારયસના 3700 કેસ સામે આવ્યાં છે અને એક જ દિવસમાં 42 લોકોના મોત થયાં હતાં. જેના પગલે મૃત્યુઆંક 3000ને પાર પહોંચ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ચીનમાં સ્થિતિ વણસી ગઈ છે.