આયકર વિભાગને માહિતી મળી હતી કે, કાલ્કિ આશ્રમના સંચાલકો અનુયાયીઓ દ્વારા દાન સ્વરૂપે અપાતાં કરોડો રૂપિયાનો દુરપયોગ કરે છે અને આશ્રમના રૂપિયાથી જમીન ખરીદી તેનો અંગત ઉપયોગ કરે છે.
આંધ્રપ્રદેશના કાલ્કિ ભગવાનના આશ્રમોમાં ચેન્નઈ આયકર વિભાગના દરોડા - આંધ્રપ્રદેશમાં આઈ.ટીના દરોડા
આંધ્રપ્રદેશઃ ચેન્નઈ આયકર વિભાગે છાપામારીનો ચીલો શરૂ કર્યો છે. જેમાં કાલ્કિ ભગવાનના આશ્રમો પર તવાઈ ચલાવવામાં આવી છે. બુધવારે ચિત્તૂર જિલ્લા સ્થિત વિવિધ સંસ્થાઓ અને કાલ્કિ ભગવાનના આશ્રમો પર છાપામારી કરવામાં આવી હતી.
![આંધ્રપ્રદેશના કાલ્કિ ભગવાનના આશ્રમોમાં ચેન્નઈ આયકર વિભાગના દરોડા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4787383-thumbnail-3x2-amravti.jpg)
કાલ્કિ ભગવાનના આશ્રમમાં દરોડા
ફરિયાદના આધારે આયકર વિભાગે દક્ષિણ ક્ષેત્રમાં અધિકારીઓની 8 ટીમે આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટક સ્થિત કાલ્કિ આશ્રમ સહિત અનેક શંકાસ્પદ સંસ્થા પર છાપામારી કરી હતી.
હાલ, અધિકારીઓએ દાનમાંથી મળતાં પૈસા અને તેના ખર્ચ તેમજ સેવાઓની માહિતી એકઠી કરી રહ્યાં છે. તેમજ નેલ્લોર જિલ્લાના કાલ્મિ આશ્રમની નજીકની ગેરકાયદેસર સંપત્તિની જાણકારી મેળવી રહ્યાં છે.