નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની મહામારીના કારણે વડાપ્રધાન દ્વારા દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જે તારીખ 14 એપ્રિલના રોજ પુર્ણ થયુ હતું. પરંતુ કોરોનાની મહામારી વધતા વડાપ્રધાને 14 તારીખે લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાને 3 મે સુધી થનારા લોકડાઉન માટે ગાઇડલાઇન જારી કરી હતી.
લોકડાઉન પાર્ટ-2: ગૃહપ્રધાને ગાઈડલાઇન જાહેર કરી - Lockdown Part-2
દેશમાં કોરોના વાઇરસની મહામારીના કારણે વડાપ્રધાન દ્વારા દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જે તારીખ 14 એપ્રિલના રોજ પુર્ણ થયુ હતું. પરંતુ કોરોનાની મહામારી વધતા વડાપ્રધાને 14 તારીખે લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાને 3 મે સુધી થનારા લોકડાઉન માટે ગાઇડલાઇન જારી કરી હતી.
લોકડાઉન પાર્ટ-2 માટે ગૃહપ્રધાને ગાઇડલાઇન જારી કરી
જેમાં લોકડાઉન દરમિયાન તમામ શૈક્ષણીક સંસ્થાઓ બંધ રહેશે. તેમજ હૉટસ્પૉટ જારી કરાયેલા વિસ્તારોમાં કડકાઇથી લોકડાઉનનુ પાલન કરવામાં આવશે. ગૃહપ્રધાને કહ્યું કે લોકડાઉન દરમિયાન કૃષિ સાથે સંકળાયેલા કાર્યો કરી શકાશે. જ્યારે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ ચાલુ રહેશે. ગૃહપ્રધાને આ સંદર્ભમાં તમામ રાજ્યોના મુખ્ય સચિવોને જાણ કરી છે.