ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ISROએ મુશ્કેલીમાં સાથ આપવા માટે દેશવાસીઓને કહ્યું THANK YOU... - VikramLander Chandrayaan2

બેંગલુરુ: દેશનું બીજું ચંદ્ર અભિયાન ચંદ્રયાન 2નો લેન્ડર સાથેનો સંપર્ક તુટી ગયો હતો. જે બાદ મળેલા સમર્થન પર ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ સમગ્ર દેશવાસીઓનો આભાર માન્યો છે.

etv bharat

By

Published : Sep 18, 2019, 10:48 AM IST

ચંદ્રયાન 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરવાનું હતુ. ત્યારે અંદાજે 2.1 કિલોમીટરના અંતર પર તેનો સંપર્ક તૂટી ગયો હતો. જેને લઈ ઈસરોએ ટ્વિટ કર્યુ છે. તેમણે કહ્યું કે, અમારી સાથે રહેવા માટે આભાર. અમે દુનિયાના સમગ્ર ભારતીયની આશા અને સપનાને પુર્ણ કરવાની કોશિશ કરતા રહીશું. 7 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ થવાનું હતુ, પરંતુ ચંદ્રયાન અસફળ રહ્યું હતુ.

ઈસરોએ ટ્વિટ કરી દેશવાસીઓનો આભાર માન્યો

ચંદ્રયાન-2 47 દિવસની યાત્રા દરમિયાન મુશકેલીનો સામનો કર્યો છે. વિક્રમ લેન્ડર દ્વારા રોવર પ્રજ્ઞાનન ચંદ્રની સપાટી પર ઉતારવાનું હતું. પરંતુ તે શક્ય ન થયું. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રની સપાટીના ફોટા મોક્લયા હતા. જે બાદ ચંદ્રયાન સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પરંતુ સફળતા મળી નહિ. ઈસરોની સાથે-સાથે દુનિયાભરની આંતરિક્ષ એજન્સીઓ અને વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે,ચંદ્રયાન-2 મિશને 95 ટકા સફળતા પ્રાપ્ત કરી છે.

વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવા માટે નાસા પણ મહેનત કરી રહ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details