બેંગ્લુરૂઃ ઇસરો દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, આ સેટેલાઇટનું પ્રક્ષેપણ પાંચ માર્ચે હવામાનની સ્થિતિ જોઇને કરવામાં આવશે. જેનું પ્રક્ષેપણ 5.43 કલાકે કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇસરોનું કહેવું છે કે, 2,275 કિલો વજનનું GISAT એક અતિ આધુનિક ગતિથી ધરતીનું અવલોકન કરનારો ઉપગ્રહ છે. જેને ભૂસમકાલીન સ્થાનાંતરણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
ISRO 5 માર્ચે જિયો ઇમેજિંગ સેટેલાઇટ GISAT-1 કરશે લૉન્ચ - ઇસરો ન્યૂઝ
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) પાંચ માર્ચે GSLV-F 10 જિયો ઇમેજિંગ સેટેલાઇટ, GISAT-1ને શ્રીહરિકોટાના સતીશ ધવન સેન્ટર લૉન્ચ કરશે.
ISRO 5 માર્ચે જિયો ઇમેજિંગ સેટેલાઇટ GISAT-1 કરશે લૉન્ચ
આશરે 2,275 કિલો વજન ધરાવતું GISAT-1 એક અત્યાધુનિક રીતે ઝડપથી પૃથ્વીનું અવલોકન ઉપગ્રહ છે, જેને GSLV-F 10 દ્વારા જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઑર્બિટમાં રાખવામાં આવશે. જે બાદ ઉપગ્રહ પ્રણોદન પ્રણાલીનો ઉપયોગ કરીને અંતિમ ભૂસ્થિર કક્ષામં પહોંચશે. આ જીએસએલવી ઉડાનમાં પહેલીવાર ચાર મીટર વ્યાસનો ઓગિવ આકારનો પેલોડ ફેયરિંગ (હીટ શીલ્ડ) પ્રવાહિત કરવામાં આવશે. આ જીએસએલવીની 14મી ઉડાન છે.