ગુજરાત

gujarat

ETV Bharat / bharat

25 નવેમ્બરે ISRO લોન્ચ કરશે એડવાન્સ સેટેલાઈટ - કાર્ટોગ્રાફી સેટેલાઇટ કાર્ટોસેટ-3

બેંગલોરઃ ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(Indian Space Research Organisation) એડવાન્સ સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. સ્પેસ એજન્સીનાં જણાવ્યા મુજબ, 25 નવેમ્બરના રોજ USAથી 13 વ્યાપારી નેનો-સ્ટેલાઇટ્સ સાથે અર્થ ઈમેજીંગ અને મેપિંગ સેટેલાઇટ કાર્ટોસેટ -3 લોન્ચ કરશે.

earth imaging and mapping satellite Cartosat-3

By

Published : Nov 19, 2019, 1:58 PM IST

ભારત 25 નવેમ્બરે પોતાના કાર્ટોગ્રાફી સેટેલાઇટ કાર્ટોસેટ-3 અને 13 વ્યાપારી નેનો-સ્ટેલાઇટને સૌર-સિંક્રનસ ભ્રમણકક્ષામાં લોન્ચ કરશે. ISROના જણાવ્યા અનુસાર, તેનું રોકેટ પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ-XL વેરિએન્ટ (PSLV-XL) 25 નવેમ્બરના રોજ USAથી કાર્ટોસેટ -3 અને 13 વ્યાપારી નેનો-સ્ટેલાઇટમાં લોન્ચ કરશે. રોકેટ સવારે 9.28 કલાકે લોન્ચ કરે તેવી સંભાવના છે.

આ ઉપગ્રહો આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા ખાતેથી સતીષ ધવન સ્પેસ સેન્ટર (SDSC) SHARથી ભારતના પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ, PSLV-C47 સન સિંક્રોનસ ઓર્બિટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.

ani

ઇઝરોના જણાવ્યા અનુસાર, 25 નવેમ્બર, 2019ના રોજ લોન્ચિંગ આશરે 09:28 કલાક (IST) નક્કી થયો છે. કાર્ટોસેટ -3 એ 'ત્રીજી પેઢીનું એક્ટિવ અને એડવાન્સ ઉપગ્રહ' છે જેમાં ઉચ્ચ રીઝોલ્યુશન ઇમેજિંગ ક્ષમતા છે. ઉપગ્રહને 97.5 ડિગ્રીએ, 509 કિ.મી.ની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.

  • PSLV-C 47 એ 'XL' ગોઠવણીમાં PSLVની 21મી ઉડાન છે (6 સોલિડ સ્ટ્રેપ-ઓન મોટર્સ સાથે).
  • સ્પેસ વિભાગ, ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)ની વાણિજ્યક વ્યવસ્થાના ભાગ રૂપે PSLV-C 47 USAથી 13 કમર્શિયલ નેનોસ્ટેલાઇટ પણ લઈ જશે.
  • આ SDSC SHAR, શ્રીહરિકોટાથી આ 74મું લોન્ચ મિશન હશે.

ABOUT THE AUTHOR

...view details