ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઇસરોના SSLVના વિકાસ માટે 11.97 કરોડ રૂપિયાને લીલીઝંડી - launch vehicle

નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ સંગઠન (ISRO) લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (Small Satellite Launch Vehicle)નો વિકાર કરી રહ્યા છે, આ પરિયોજના માટે સરકારએ સંસદમાં 11.97 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

SSLVનો વિકાસ કરી રહ્યું છે ઇસરો, 11.97 કરોડ રૂપીયાની મળી મંજૂરી
SSLVનો વિકાસ કરી રહ્યું છે ઇસરો, 11.97 કરોડ રૂપીયાની મળી મંજૂરી

By

Published : Dec 15, 2019, 5:23 PM IST

નાણાપ્રધાન નિર્મલા સિતારમનએ સંસદમાં ઉપગ્રહના વિકાસ માટે 11.97 કરોડ રૂપિયાના પ્રસ્તાવ મુક્યા બાદ તેને મંજૂરી આપવામાં આવી હતી.

લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન SSLVનો વિકાસ નાના વાણિજ્યિક ઉપગ્રહોને પૃથ્વીની નિચલી સ્તરમાં સ્થાપિત કરવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. તેને પહેલી વાર આકાશમાં આવનાર વર્ષમાં મોકલવામાં આવવાની સંભાવના છે.

વૈજ્ઞાનિક એસ.સોમનાથએ જણાવ્યું કે, લઘુ ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવાનું સારૂ રહેશે અને તેના દ્વારા PSLV કરતા ઓછો ખર્ચાળ હશે. તેમને વધુમાં ઉમેર્યું કે, તેના દ્વારા 500 કિલોગ્રામ ભાર સુધી ઉપગ્રહોને નિચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવી શકશે.

ABOUT THE AUTHOR

...view details