ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ISROએ રચ્યો ઈતિહાસ, 27 મિનીટમાં 14 સેટેલાઈટ કર્યા લોન્ચ

નવી દિલ્હીઃ ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(ISRO) તેના PSLV-XL વેરિયન્ટથી 14 સેટેલાઈટ લોન્ચ કર્યા. જેમાં ભારતનો એક અને અમેરિકાના 13 નેનો સેટેલાઈટ હતા. ભારતનો 1,625 KGનો કાટોસેટ-3 સેટ પણ બુધવારે લોન્ચ કરવામાં આવ્યો હતો.

By

Published : Nov 27, 2019, 7:59 AM IST

Updated : Nov 27, 2019, 12:27 PM IST

isro to create history launch 14 satellites in 27 minutes
isro to create history launch 14 satellites in 27 minutes

આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટા લોન્ચપેડ પરથી 27 નવેમ્બરની સવારે 09:28 કલાકે ભારતના પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ(PSLV-C47)થી ફક્ત 27 મિનિટમાં 14 સેટેલાઈટ લોન્ચ કર્યા. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(ISRO) તેના PSLV-XL વેરિયન્ટથી 14 સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. જેમાં મુખ્ય ભારતનો 1,625 કિલોગ્રામનો કાટોસેટ-3 અને બાકીના 13 સેટેલાઈટ અમેરિકાના નેનો સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા હતા. અમેરિકા આ સહયારા લોન્ચ માટે ઇસરોની નવી સંસ્થા 'ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ'ને આર્થિક ચૂકવણું પણ કરશે.

ISRO PSLV-XL વેરિયન્ટથી 14 ઉપગ્રહો લોન્ચ કર્યા

PSLV રોકેટ કાટોસેટ -3 ઉપગ્રહના પાંચ વર્ષ માટે 17 મિનિટમાં ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે. ISROએ આપેલી માહિતી મુજબ, કાટોસેટ-3 એ ત્રીજી પેઢીનો આધુનિક સેટેલાઈટ છે. જે હાઈ રીઝોલ્યુશન ઇમેજિંગની કાર્ય ક્ષમતા ધરાવે છે. આ સેટેલાઈટ શહેરી આયોજન, ગ્રામીણ સંસાધનો અને માળખાકીય સુવિધાઓ, દરિયાકાંઠાની જમીન વપરાશ અને અન્ય જરૂરિયાતો માટે ફોટોગ્રાફ્સ લેવા માટે સક્ષમ છે.

ISROએ રચ્યો ઈતિહાસ, 27 મિનીટમાં 14 સેટેલાઈટ કર્યા લોન્ચ

ભારતીય ઉપગ્રહ સ્થાપિત કર્યાના એક મિનિટ પછી, તે પહેલા 13 અમેરિકન નેનો સેટેલાઈટને તેની ભ્રમણ કક્ષામાં મુકવામાં આવ્યા હતા. PSLV રોકેટના ટેક ઓફ પછી 26 મિનિટ અને 50 સેકન્ડ બાદ, છેલ્લો સેટેલાઇટ લોન્ચ કર્યો હતો.

ISROએ રચ્યો ઈતિહાસ, 27 મિનીટમાં 14 સેટેલાઈટ કર્યા લોન્ચ
Last Updated : Nov 27, 2019, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details