ISRO મુજબ આ ફોટોગ્રાફ્સ ચંદ્રયાન-2ના IIRS પે લોડથી લેવાઈ છે. ઈસરોએ જણાવ્યું કે IIRS સાંકળી અને સુસંગત સ્પેક્ટ્રલ ચેનલોમાં ચંદ્રની સપાટી પરથી સૂર્ય પ્રકાશના પ્રતિબિંબને માપવા માટે બનાવી છે. આ અંગે વિસ્તૃત માહિતી મળી નથી.
ISROએ ચંદ્રયાન-2ના ડેટાનું પ્રાથમિક વિશ્લેષણ કર્યુ - ચંદ્રયાન-2 વિશે માહિતી
બેંગ્લોરઃ ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન(ISRO)એ ચંદ્રયાન-2ની વિગતો વિશ્લેષણ કર્યુ છે. ઈસરોએ ટ્વિટ કરી જણાવ્યું કે ચંદ્રના પહેલા પ્રકાશિત ફોટોગ્રાફ્સ છે.
Chandrayaan
આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી ISROના ચંદ્રયાન-2 પરિયોજનાના માધ્યમથી ચંદ્રના દક્ષિણિ ધ્રુવ પર લેન્ડર વિક્રમને ઉતારવાનો પ્રયાસ થયો હતો. પરંતુ, અંતિમ ક્ષણોમાં લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી જવાથી સૉફ્ટ લેન્ડિગ થયુ નહોતું.
ત્યારબાદ ઈસરો પ્રમુખ સિવાને કહ્યું હતુ કે ચંદ્રયાન-2 98 ટકા સફળ રહ્યુ છે.