આંધપ્રદેશના શ્રીહરિકોટાથી (ISRO)એ એકસાથે 4 દેશોના 9 ઉપગ્રહ લોન્ચ કર્યા છે. આ મિશનમાં ભારતે પણ અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક ઉપગ્રહ લોન્ચ કર્યો છે. પી.એસ.એલ.વી.સી-48 માધ્યમથી RISAT-2BR1 લોન્ચ કર્યો છે.તેનાથી ભારતીય રડાર વ્યવસ્થાને મોટા પ્રમાણમાં મજબૂતી મળશે. તે પૃથ્વીથી 576 કિમી ઉપર સ્થાપિત કરવામાં આવશે.
ISROએ અમેરિકાના 6 ઉપગ્રહ સહિત 4 દેશોના સેટેલાઈટ લોન્ચ કર્યાં - ભારતની રડાર વ્યવ્સ્થા
શ્રી હરિકોટ: ભારતીય અંતરિક્ષ સંગઠન (ISRO)એ ચાર ઉપગ્રહ લોન્ચ કર્યા છે. જેમાં દેશોમાં અમેરિકા સિવાય ઈઝરાયલ, ઈટલી અને જાપાન પણ સામેલ છે. એક સાથે 9 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા છે. ઉપગ્રહ RISAT2BR1થી ભારતની રડાર વ્યવ્સ્થાને મજબુતી મળશે.
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)આ મિશનમાં અન્ય દેશોના નવ વ્યાવસાયિક ઉપગ્રહો સાથે તેના રડાર ઇમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટનું લોકાર્પણ કરશે. જેમાં છ ઉપગ્રહો અમેરિકાના છે. રિસેટ-2 બીઆર 1નો વઝન અંદાજે 628 કિલોગ્રામ છે. જેમાં 576 કિલોમીટરમાં 37 ડિગ્રી પર સ્થાપિત કરવામાં આવશે.
પી.એસ.એલ.વી.સી-48 9 અન્ય વ્યવસાયિક ઉપગ્રહમાં 6 અમેરિકાના એક-એક ઈઝરાયલ, ઈટલી અને જાપાનનો પણ છે. ઈસરોના અનુસારે આ વ્યવસાયિક ઉપગ્રહને ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડની સાથે વ્યાવસાયિક કરાર લોન્ચ કરવામાં આવ્યા છે.