શનિવારે રાત્રે આશરે 1:30 થી 2 વાગ્યાની વચ્ચે લેન્ડર 'વિક્રમ' ચંદ્ર ઉપર ઉતરશે. ત્યાર પછી શનિવારે સવારે સાડા પાંચ વાગ્યા પછી લેન્ડર 'વિક્રમ'માંથી રોવર ' પ્રજ્ઞાન' બહાર નીકળશે. ઈસરોએ કહ્યું કે, મશીનમાં ત્રણ કેમેરા લગાવેલા છે.
આજે અડધી રાતે ચંદ્રની ધરતી પર ઉતરશે ચંદ્રયાન-2
બેંગ્લૂરુ: આજે રાત્રે ચંદ્ર ઉપર ચંદ્રયાન-2નું અવતરણ થશે. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉત્તેજના છે. ISROએ વીડિયો મારફતે ચંદ્રયાન-2ની લેન્ડીંગ કઈ રીતે સફળ થશે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
ચંદ્રયાન-2 આ રીતે ઉતરશેઃ સમજીએ આસાન શબ્દોમાં
જેના નામ લેન્ડર પોઝીશન ડિટેક્શન કેમેરા, લેન્ડર હોરિઝોન્ટલ વિલોસિટી કેમેરા અને લેન્ડર હેજાર્ડસ ડિટેક્શન એન્ડ અવોયડંસ કેમેરાનો સમાવેશ થાય છે. એક બાજુ KA-BAND ALTIMETER-1 બીજી બાજુએ LASA એટલે કે લેઅલ અલ્ટીમીટર લગાવાયુ છે. આ એક રિમોટ સેન્સર છે. જેનાથી ઉપકરણી ગતિ ઉપર નિયત્રંણ મુકી શકાય છે.
ઉપરોક્ત કેમેરાની મદદથી ચંદ્રયાન તેને અનુરુપ જમીનને શોધી સરળતાથી અવતરણ કરી શકશે. આ દરમિયાન કોઈ નુકશાન ન પહોંચે તે માટે વૈજ્ઞાનિકોએ સોફ્ટ લેન્ડીંગની તૈયારીઓ કરી છે.
Last Updated : Sep 6, 2019, 7:27 PM IST