ઇસરો અધ્યક્ષ કે.સિવને કહ્યું કે, “અત્યારે આ સંભવ નથી, ત્યાં રાત થઇ રહી છે. કદાચ આના પછી અમે તેને શરૂ કરીશું. અમારા લેન્ડિંગ સ્થળ પર પણ રાતનો સમય થઇ રહ્યો છે.” ચંદ્ર પર રાત થવાનો મતલબ છે કે લેન્ડર હવે અંધારામા જઇ ચુક્યું છે. તેમણે કહ્યું કે, “ચંદ્ર પર દિવસ થયા બાદ અમે પ્રયત્ન કરીશુ.
ઇસરોએ નથી છોડી ઉમ્મીદ, વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ ચાલુ - વિક્રમ લેન્ડર લેટેસ્ટ સમાચાર
બેંગ્લુરૂ: ઇસરોએ સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2નો વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી વિક્રમનો સંપર્ક ઇસરો સાથે તૂટી ગયો હતો. પરતું ઇસરોના વૈજ્ઞાનિકોએ તેની સાથે સંપર્ક કરવાનું ચાલુ રાખ્યું છે. ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને લઇને અત્યારે કોઈ સમાચાર ભલે ના આવ્યા હોય, પરંતુ ઇસરોએ હજૂ પણ હિંમત હારી નથી. 3 અઠવાડિયાથી વધારે સમય પહેલા ચંદ્રની સપાટી પર ‘સૉફ્ટ લેન્ડિંગ’ના પ્રયાસ દરમિયાન વિક્રમથી સંપર્ક તૂટી ગયો હતો, પરંતુ ઇસરોએ કહ્યું કે, સંપર્ક સાધવાના પ્રયત્ન હજૂ છોડ્યા નથી.
ચંદ્રયાન-2 ઘણું જટિલ મિશન હતું, જેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવના સ્પર્શાયેલા ભાગની શોધ કરવા માટે ઑર્બિટર, લેન્ડર અને રોવરને એક સાથે મોકલવામાં આવ્યા હતા. ઇસરોએ કહ્યું હતું કે, લેન્ડર અને રોવરનો જીવનકાળ એક ચંદ્ર દિવસ એટલે કે, ધરતીના 14 દિવસ બરાબર હશે. કેટલાક અંતરિક્ષ નિષ્ણાંતોનું માનવું છે કે, લેન્ડર સાથે સંપર્ક સાધવો હવે ઘણો મુશ્કેલ થઇ શકે છે.
ગત 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રમાની સતહ પર સોફ્ટ લેન્ડિંગના પ્રયાસ દરમિયાન અમુક સમય પહેલા વિક્રમનો ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો.