બેંગલુરુઃ ઈસરો પ્રમુખે ‘ગગનયાન’ મિશન વિશે વાત કરતાં મહત્વના મુદ્દાની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,"વૈજ્ઞાનિક શોધ, આર્થિક વિકાસ, શિક્ષા અને ટેક્નિકલ વિકાસ તમામ દેશના યુવાઓ માટે પ્રેરક લક્ષ્ય બની રહ્યું છે. માનવ અંતરિક્ષ ઉડાણ આ તમામ ઉદ્દેશ્યને પૂરા કરવા માટેની એક તક પૂરી પાડે છે."
‘ગગનયાન’ ફક્ત મિશન નથી, એના રાજકીય ફાયદા ઘણા છેઃ કે સિવન - ગગનયાન મિશન ન્યૂઝ
ISRO પ્રમુખ કે. સિવને ‘ગગનયાન’ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ગગનયાન’ મિશન ફક્ત માણસને અંતરિક્ષ પહોંચાડવા માટે નથી, પણ તે એક લાંબાગાળે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે યોજના ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
gaganyaan mission
નોંધનીય છે કે, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) 1 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, "ગગનયાન કાર્યક્રમ માટે ચાર અંતરિક્ષ યાત્રિયોને પસંદ કરાયા છે. ટૂંક સમયમાં જ તેમને રુસમાં પ્રશિક્ષિત કરવામાં આવશે. જેમના માટે અંતરિક્ષમાં લઈ માટેનું મેન્યુ પણ તૈયાર થઈ ચૂક્યું છે."
ગગનયાન વર્ષ 2022માં ઉડાણ ભરશે. જેમાં માનવ અંતરિક્ષ યાત્રિયોને સાથે લઈને ઉડશે. મહત્વની વાત છે કે, આ યાત્રીઓને સશસ્ત્ર દળમાંથી પસંદ કરાયા છે. અંતરિક્ષની આ ઉડાણ માટે રુસ ભારતીય અંતરિક્ષ યાત્રિયો પ્રશિક્ષણ આપવામાં મદદ કરશે.