નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાનના પ્રમુખ કે.સિવને જણાવ્યું કે, ભારતમાં ઈન્ડસ્ટ્રિયલ બેઝને સશક્ત બનાવવા માટે સ્પેસ સેક્ટર મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ લોકડાઉનના કારણે અંતરિક્ષમાં માણસને મોકલવા અને ચંદ્રયાન-3 સહિત 10 અંતરિક્ષ અભિયાનને ભારે અસર પહોંચી છે.
તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે, પ્રાઈવેટ ઈન્ટરપ્રાઈઝેઝ માટે સ્પેસ સેક્ટરમાં પ્રવેશની અનુમતિ આપી હતી. સરકારે ઈસરોની ઉપલબ્ધિનો લાભ ઉઠાવવા માટે કેટલાંક સુધારા કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે અંતરિક્ષમાં માણસ મોકલવા અને ચંદ્રયાન-3 સહિત 10 અંતરિક્ષ અભિયાનમાં અવરોધ ઉભો થયો છે.
ઈસરો પ્રમુખે જણાવ્યું હતું કે, આ વર્ષે અંતરિક્ષ એજન્સીએ 10 પ્રક્ષેપણ યોજના બનાવી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે તે યોજનાઓ અટકાવાઈ હતી.
લોકડાઉનની આડઅસર વિશે સિવને કહ્યું હતું કે, લોકડાઉનની અસર ગગનયાન પર થવાની શક્યતા છે. જેથી તમામ ઉદ્યોગોએ હજુ સુધી કામ શરૂ કર્યુ નથી. કારણ કે, છેલ્લા કેટલાંક મહિનાથી અભિયાનના કાર્યમાં લોકડાઉનની અસર જોવા મળી રહી છે.