ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IIT ભુવનેશ્વરના દિક્ષાંત સમારોહમાં કે. સિવન રહ્યા હાજર, જાણો શુ્ં કહ્યું ચંદ્રયાન-2 વિશે - ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર

ભુવનેશ્વરઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર (ISRO)ના અધ્યક્ષ કે.સિવને IIT ભુવનેશ્વરના આમંત્રણ પર IITના વિદ્યાર્થીઓના 8માં દિક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી.

IIT ભુવનેશ્વરના દિક્ષાંત સમારોહમાં કે.સિવન રહ્યા હાજર

By

Published : Sep 21, 2019, 5:36 PM IST

Updated : Sep 21, 2019, 6:43 PM IST

ISRO અધ્યક્ષ કે.સિવન ઓડિશામાં આઇઆઇટી ભુવનેશ્વર ખાતે પહોંચ્યા હતાં, ત્યાં તેઓએ ટોપર વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર અને શુભકામનાઓ પાઠવી હતી અને ચંદ્રયાન-2 વિશે પણ માહિતી આપી હતી અને આ પસાર કરેલ સમય અને તે મિશનનો અનુભવ વિદ્યાર્થીઓને જણાવ્યો હતો.

જાણો શુ કહ્યું ચદ્રયાન-2 વિશે

આ ઉપરાંત ઇસરો પ્રમુખે જણાવ્યું હતું કે ચંદ્રયાન-2 ઑર્બીટર સારૂ કાર્ય કરી રહ્યું છે, ઑર્બીટરમાં 8 સાધનો હોય છે અને દરેકના ઇંન્સ્ટ્રુમેન્ટ તે જ કાર્ય કરે છે જે તેનું કામ હોય છે.

ISROના અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, લૈંડર સાથે અમે જોડાણ કરવામાં સફળ નથી રહ્યાં, પરંતુ હવે અમારી પહેલી પ્રાથમિકતા ગગનયાન મિશન છે.

મહત્વનું છે કે શનિવારથી ચંદ્ર પર અંધકાર છવાય જશે અને અંધકાર થવાથી, ચંદ્રયાન-2નું લેન્ડર સાથે સંપર્ક થવાની લગભગ બધી જ સંભાવનાઓ પૂર્ણ થઇ જશે.
.

મહત્વનું છે કે, ચંદ્રયાન-2નો લૈંડર વિક્રમને ચંદ્ર પર ઉતરતા સમયે ISRO સાથે સંપર્ક તૂટી ગયો હતો, સંપર્ક ત્યારે તૂટ્યો જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રથી ફક્ત 2.1 કિલોમીટર દૂર હતું.

Last Updated : Sep 21, 2019, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details