નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા માટે અને ભારતની મદદ કરવા એમ્બેસેડર રોન મલ્કાના નેતૃત્વ હેઠળ ઈઝરાયલની એક ટીમ નવી દિલ્હી આવી પહોંચી છે. ઈઝરાયલથી એક વિશેષ વિમાનથી ટીમ નવી દિલ્હી પહોંચી હતી. ત્યારબાદ તરત જ મલ્કાએ ભારતને કોવિડ-19 સામે લડવામાં મદદની જાણકારી આપી.
કોરોના સામે લડાઈ: ભારતની મદદ માટે ઇઝરાયલની ટીમ દિલ્હી પહોંચી
વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા માટે અને ભારતની મદદ કરવા એમ્બેસેડર રોન મલ્કાના નેતૃત્વ હેઠળ ઈઝરાયલની એક ટીમ નવી દિલ્હી આવી પહોંચી છે. ઈઝરાયલથી એક વિશેષ વિમાનથી ટીમ નવી દિલ્હી પહોંચી હતી. ત્યારબાદ તરત જ મલ્કાએ ભારતને કોવિડ-19 સામે લડવામાં મદદની જાણકારી આપી.
ઇઝરાયલની ટીમ
રોન મલ્કાએ એરપોર્ટ પર જ એક વીડિયો બનાવ્યો અને તેને ટ્વિટ કરીને પોતાનો સંદેશ ભારતીય સાથે શેર કર્યો. રોને તમામ ભારતીયોએ ગુડમોર્નિંગ કરી કહ્યું કે ઈઝરાયલથી ખાસ વિમાનમાં નવી દિલ્હી આવવાનો તેમને ગર્વ છે.
રોને કહ્યું કે આ વિમાનમાં કોરોના સામે લડવા માટે રિસર્ચર, શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ તેમની સાથે આવ્યા છે. તેઓ આ વિમાનમાં ઘણા તબીબી ઉપકરણો સાથે લાવ્યા છે, જે ભારતને કોવિડ -19 સામે લડવામાં મદદ કરશે.