નવી દિલ્હીઃ દેશમાં વિવિધ તહેવારની સીઝન ચાલી રહી છે. જેથી આતંકવાદનું જોખમ વધી રહ્યું છે, ત્યારે આજે ગણેશ ચતુર્થીના દિવસે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે એક એન્કાઉન્ટર બાદ ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે. આ આતંકી પાસેથી IED વિસ્ફોટક પણ મળ્યો છે.
આ ઝડપાયેલા આતંકીનું નામ અબૂ યૂસુફ ખાન હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ધૌલાકુઆં અને કરોલ બાગ વચ્ચે રિજ રોડ પર શુક્રવારે આ કાર્યવાહી કરી હતી. આ અંગેની તમામ સ્પેશ્યલ સેલના DCP પ્રમોદ સિંહ કુશવાહે આપી હતી.
આતંકી હુમલાનો ખતરો, દિલ્હીમાં ISનો આતંકી ઝડપાયો, બીજાની શોધખોળ શરૂ દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ધૌલા કુંઆ વિસ્તારમાંથી આતંકીને ઝડપ્યો હતો. ઝડપાયેલો આતંકી અબૂ યૂસુફ ખાન લોકોની રેકી કરી રહ્યો હતો. આ કાવતરામાં સામેલ અન્ય ઘણા લોકોની પોલીસ શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલો આતંકી કેટલાક લોકોની રેકી કરતો હતો.
જો કે, હાલ બુદ્ધા જયંતી પાર્કની આસપાસ નેશનલ સિક્યોરિટી ગાર્ડના કમાન્ડોને તૈનાત કરી દેવાયા છે. પોલીસ ફરાર થયેલા બીજા એક આતંકીની શોધખોળ કરી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે એન્કાઉન્ટર દરમિયાન બીજો આંતકી ફરાર થઈ ગયો હતો, જેની શોધમાં દિલ્હી પોલીસ ઘણા વિસ્તારોમાં રેડ પાડી રહી છે.
મહત્વનું છે કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIAએ સોમવારે કાર્યવાહી કરી હતી. જેમાં ઝડપાયેલો ડોક્ટર રહમાન MS રમૈયા મેડિકલ કોલેજમાં ઓપ્થોલમેલોજિસ્ટ રહી ચુક્યો છે. રહમાનની લિંક IS સાથે જોડાયેલી હોવાનો આરોપ છે. રહમાનની ધરપકડ IS સાથે જોડાયેલા એક વ્યક્તિ અને તેની પત્ની પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે. આ પતિ-પત્ની માર્ચ મહિનામાં દિલ્હીમાં ઝડપાયા હતાં.