નવી દિલ્હી: મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાની આત્મકથામાં હિન્દુ આતંકવાદનો ઉલ્લેખ થયા બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપ નેતા જીવીએલ નરસિમ્હા રાવ અને અમિત માલવીયાએ કોંગ્રેસ અને દિગ્વિજય સિંહ પર ઘણા આરોપ લગાવ્યાં હતાં, જે બાદ દિગ્વિજય સિંહે આ આરોપોમાં પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, જો હું જાસૂસ છું તો મારી ધરપકડ કેમ નથી કરતા?, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ અક્ષમ છે?
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ભાજપ પ્રવક્તા નરસિમ્હાવ રાવ અને અમિત માલવીયાએ મારા પર ISISના જાસૂસ હોવાનો આરોપ લગાવ્યો છે. જો એવું હોય, તો PM મોદી અને શાહ અક્ષમ છે, તેમણે મારી ધરપકડ કેમ નથી કરી? આગળ કહ્યું કે, હું રાવ અને માલવીયાને માનહાનિની નોટીસ મોકલીશ.