ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચિત્રકૂટમાં સગીરાઓનું યૌન શોષણ, રાહુલ ગાંધીએ કહ્યું- શું આ છે સપનાનું ભારત? - ઉત્તર પ્રદેશ

પ્રિયંકા ગાંધી વાડ્રા પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં સગીરના યૌન શોષણ અંગે સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતાં, અને પૂછ્યું હતું કે, શું આ છે આપણા સપનાનું ભારત?

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

By

Published : Jul 9, 2020, 12:49 PM IST

ઉત્તર પ્રદેશ: બુંદેલખંડના ચિત્રકૂટની ખાણોમાં સગીર યુવતીઓ સાથે યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. જેમાં આ સગીરાઓ મજૂરી કરવા મજબૂર છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે પૂછયું કે, શું આ છે સપનાનું ભારત?

રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે, 'અનિયોજિત લોકડાઉનમાં ભૂખથી મરી જતા પરિવારો, આ છોકરીઓએ જીવતા રહેવા માટે આ ભયાનક કિંમત ચૂક્વી છે. શું આ છે આપણા સપનાનું ભારત?'

તમને જણાવી દઇએ કે, ચિત્રકૂટની ખાણોમાં 12-14 વર્ષની છોકરીઓ પરિવારનું પેટ ભરવા ખાણોમાં કામ કરવા જાય છે. જ્યાં તેના શરીર પર બસો-ત્રણસો રૂપિયાની બોલી લગાવાઈ છે.

ABOUT THE AUTHOR

...view details