નવી દિલ્હીઃ આસિફ અલી ના વકીલ એમ એસ ખાને અરજીમાં જણાવ્યું છે કે આસિફ સહિત અન્ય 17 થી 18 કેદીઓમાં ઉધરસ તથા તાવ જેવા કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે પરંતુ જેલ તંત્ર દ્વારા ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું નથી. જો ચેકઅપ થયું તો તેમની હાલત વધુ બગડી શકે છે.
ઈસ્લામિક સ્ટેટના શંકાસ્પદ આતંકવાદી આસિફ અલીએ કોરોનાના ઈલાજની કરી માગ - દિલ્હી હાઈકોર્ટ
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આતંકી હુમલાનાં ષડયંત્ર રચવાના આરોપસર સજા ભોગવી રહેલા ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી આસિફ અલીમાં કોરોના લક્ષણો હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું છે. કોરોના વાઇરસના ઈલાજની વ્યવસ્થા ની માંગણી કરતી આ અરજી પર બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઈસ્લામિક સ્ટેટના શંકાસ્પદ આતંકવાદી આસિફ અલીએ કોરોના ઈલાજની કરી માગ
NIA દ્વારા ડિસેમ્બર 2015માં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ગણતંત્ર દિવસ પહેલા દેશમાં આતંકવાદી હુમલાની યોજના ઘડવાનો આરોપ છે . ઉપરાંત 2016માં આતંકી સંગઠનો માં યુવકોની ભરતી તથા તેમને નાણાકીય મદદ કરવા અંગે પણ અન્ય 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામે NIA દ્વારા હાથ ધરાયેલી પૂછપરછમાં સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના લોકોને મદદ કરવાની કબૂલાત કરી હતી.
Last Updated : Jun 23, 2020, 9:29 PM IST