ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બોરીસ જહ્વોનસનની જીત બાદ સ્કોટલેન્ડ બીજા જનમત સંગ્રહની તૈયારી કરી રહ્યું છે?

લંડન: વર્ષ 2016ના જનમત સંગ્રહ બાદથી બ્રિટનમાં બ્રેક્ઝિટના ભવિષ્યને લઈને મતદાતાઓ અસમંજસમાં હતા. માટે તેમણે બોરિસ જહ્વોનસનને ચૂંટ્યા હતા. જોહ્નસને જાન્યુઆરીના અંત સુધીમાં યુરોપિયન યુનિયન છોડવાનું વચન આપ્યું હતું. આ પછી બ્રેક્ઝિટની શું અસર થશે? વાંચો આ વિશેષ લેખમાં.

Brexit
બોરિસ જોહ્ન્સન

By

Published : Dec 24, 2019, 11:36 PM IST

બ્રેક્ઝિટ અભિયાનનો ચહેરો રહેલા બોરિસ જોહ્નસને 'ગ્રેટ બ્રેક્ઝિટ ડન'ના સૂત્ર સાથે બ્રિટનની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. જુલાઈમાં થેરેસા મેના વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ જોહ્નસન વડા પ્રધાન બન્યા હતા. જોહ્નસને ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીએ અત્યાર સુધીનો સૌથી મોટો ચૂંટણી વિજય નોંધાવ્યો હતો.

વર્ષ 2016ના જનમત સંગ્રહ બાદથી બ્રિટનમાં બ્રેક્ઝિટના ભવિષ્યને લઈને મતદાતાઓ અસમંજસમાં હતા. માટે તેમણે બોરિસ જોહ્ન્સને ચૂંટ્યા હતા. જેમણે જાન્યુઆરીના અંત સુધીમાં યુરોપિયન યુનિયન છોડવાનું વચન આપ્યું હતું.

જોકે જોહ્ન્સને 14 નવી હોસ્પિટલનું નિર્માણ, પોલીસમાં 20 હજાર નવી ભરતી અને હોસ્પિટલોમાં 50 હજાર નર્સની ભરતી કરવાના વચનો આપ્યા હતા, તેમ છતાં લોકો વચ્ચે તેમનું સૂત્ર 'ગેટ બ્રેક્ઝિટ ડન' લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. 650ની સંખ્યા ધરાવતા સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટી પાસે 365 સદસ્યોની ભારે બહુમતી છે.

આ ચૂંટણીમાં મુખ્ય વિરોધ પક્ષ લેબર પાર્ટીને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. છેલ્લા અડધા દાયકામાં જેરેમી કોર્બીન પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા રહ્યા છે. તેમણે પાર્ટીના ટોચના નેતાઓમાં પોતાની જગ્યા બનાવી જેથી લોકોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું, એટલું જ નહીં પણ તેમની ડાબેરી નીતિઓને કારણે પક્ષના સમર્થકોમાં પણ પોતાના માટે વિશ્વાસ ઉભો કર્યો હતો.

તેમની ફ્રી માર્કેટ સિસ્ટમ પર હુમલાઓ, જાહેર અને ખાનગી સેવાઓને ફરીવાર સરકારને આધિન લાવવું, સીમા વિવાદનો વિરોધ, અમેરિકા વિરોધી અને રશિયા તરફી વિચારધારાને કદાચ 21મી સદીમાં વધુ સમર્થન નહીં મળે. તેઓ એવા સમયે શીત યુદ્ધકાળની યાદ અપાવતા હતા જ્યારે વિશ્વ ઘણું આગળ નીકળી ગયું છે.

લેબર પાર્ટીને 203 બેઠકથી જ સંતોષ માનવો પડ્યો હતો. ગત ચૂંટણી કરતાં લેબર પાર્ટીને 59 બેઠકનું નુકસાન થયું હતું. જેરેમી કોર્બીનનું બ્રેક્ઝિટ અંગે વલણ સ્પષ્ટ નહીં હોવાને કારણે મતદાતાઓ તેમનાથી વિમુખ થયા હોવાનું માનવામાં આવે છે.

જો કે આ મામલે કોર્બીને પોતાને હંમેશા તટસ્થ ગણાવ્યા હતા. પરંતુ સત્તામાં આવ્યા બાદ બ્રેક્ઝિટ પર તેમણે વધુ એક જનમત સંગ્રહની વાત કરી હતી. તેઓ એ વાત સમજી શક્યા નહીં કે, લેબર પાર્ટીના મજબૂત સમર્થકો જ બ્રેક્ઝિટ આંદોલનમાં સૌથી આગળ હતાં.

યુરોપિયન યુનિયનમાં સામેલ પહેલાંના ફેડરલ રશિયાના દેશોમાંથી આવનારા લોકોને કારણે બ્રિટનના લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો. અને એ જ કારણથી તેઓ બ્રેક્ઝિટનું સમર્થન કરતા હતા. પરંતુ લેબર પાર્ટી આ વાતથી અજાણ હતી. જેની અસર એ થઈ કે, લેબર પાર્ટીને તેના પરંપરાગત વિસ્તારોમાં પણ પરાજય સહન કરવાનો વારો આવ્યો.

બીજી તરફ લંડનના લેબર પાર્ટીના સમર્થકોએ પાર્ટીની નીતીઓને કારણે તેને નકારી દીધી હતી. આ વાત જહ્વોનસન માટે એક પ્રકારે જીત મેળવવા સમાન હતી. તો બીજી તરફ કોર્બિને પાર્ટીના સૌથી મોટા પરાજય છતાં એમ કહીને રાજીનામું આપવાની ના પાડી કે, આગામી એક વર્ષ સુધી પાર્ટી પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને તે પુરી થયા પહેલા રાજીનામું નહીં આપે. તો લિબ્રલ ડેમોક્રેટના નેતા સ્વિનસન જે પોતાની બેઠક પણ ન જીતી શક્યા તેમણે પરાજય બાદ તરત જ રાજીનામું આપી દીધું હતું.

જો કે, દેશભરના પરિણામોમાં સૌથી મોટું આશ્ચર્ય સ્કોટલેન્ડના પરિણામમાં જોવા મળ્યું હતું. જ્યાં સ્કોટિશ પાર્ટીએ તેમના નેતા સ્ટ્રજનના નેતૃત્વમાં 48 બેઠક જીતવામાં સફળતા મેળવી હતી. જે ગત વખત કરતા 13 બેઠક વધારે હતી. જેમાં ચૂંટણા પછી તરત જ સ્કોટલેન્ડ બ્રિટનમાં રહેશે કે નહીં તેના માટે બીજા જનમત સંગ્રહની માગણીએ જોર પકડ્યું છે.

સ્ટ્રજને પણ કહ્યું કે, આ જીત બીજા જનમત સંગ્રહ તરફ ઈશારો કરે છે. વર્ષ 2016ના જનમત સંગ્રહમાં સ્કોટલેન્ડે બ્રિટનમાં રહેવાની તરફેણમાં મત વ્યક્ત કર્યો હતો. જાન્યુઆરીમાં જો બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થશે તો તે સ્કોટલેન્ડ માટે અસહજ સ્થિતિનું નિર્માણ કરશે.

સ્કોટલેન્ડમાં આઝાદીને લઈને ફરીવાર ઉઠી રહેલી લાગણીઓને નવા વડાપ્રધાન જોહ્નસને કદાચ માપી લીધી હોય તેમ લાગે છે. અને એટલા માટે જ તેઓ એમ કહી રહ્યા છે કે, તેમનું લક્ષ્ય 'એક બ્રિટન' બનાવવાનું છે. આમ પણ 31 જાન્યુઆરી બાદ યુરોપિયન યુનિયનથી અલગ થયા બાદ બ્રિટન માટે આગળનો માર્ગ સરળ નહીં હોય.

હવે એ જોવું રસપ્રદ રહેશે કે, 27 સદસ્યો ધરાવતા યુરોપિયન યુનિયનને છોડ્યા બાદ શું બ્રિટનને વધુ સારો વ્યાપાર કરાર મળે છે કે કેમ. આમ પણ વ્યાપાર કરાર કરવા માટે વર્ષોનો સમય લાગતો હોય છે. અને તે જોહ્નસનના કાર્યક્રમ સાથે તાલમેલ નહીં મેળવી શકે . જોહ્નસનને લઈને વિશ્વાસની ઉણપ, અમેરિકા, ભારત અને અન્ય દેશોના બ્રિટન સાથેના વ્યાપારિક કરારના દાવાને નબળા સાબિત કરી શકે છે.

બ્રેક્ઝિટને લઈને બ્રિટનમાં સર્જાયેલી અસમંજસની સ્થિતિ ત્યાંના વેપાર અને ઉદ્યોગ જગતમાં પણ અફરાતફરી સર્જી શકે છે. જોહ્નસન માટે આટલી મોટી જીત મેળવ્યા બાદ પણ મજબૂત થઈ રહેલા પાઉન્ડથી સ્થિતિ સુધારવા માટે કોઈ વિશેષ બદલાવ નથી જણાઈ રહ્યો.

બ્રિટનને પણ તેની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે અને પોતાના દેશમાં આર્થિક વિકાસ મજબૂત કરવા સક્ષમ મિત્રોની જરુર છે. ગત ક્વાર્ટરમાં બ્રિટનનો વિકાસ દર શૂન્ય રહ્યો હતો. જેથી એક વાત તો નક્કી માનવામાં આવે છે કે, જોહ્નસન તેમના જૂના અંદાજમાં કામ નહીં કરી શકે.

આગામી દિવસોમાં અમેરિકા, ભારત અને યુરોપિયન યુનિયન સાથે વધુ સારા કરાર માટે જોહ્નસને એ વિશ્વાસ જગાવવો પડશે કે, તેઓ પોતાની પાર્ટી અને અન્ય લોકોને સાથે રાખીને મહેનતથી કામ કરશે.

ABOUT THE AUTHOR

...view details