15 ઓગ્ષ્ટ 1947 આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુએ કાર્યભાર સંભાળ્યો. દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુ સાથે પહેલેથી જ વંશવાદનો આરોપ લાગતો આવ્યો છે. પરંતુ આ આક્ષેપને માનતા પહેલા તેના તથ્ય તપાસવાની જરુર છે. આ તથ્ય માટે દેશના વડાપ્રધાનના કાર્યકાળ પર એક નજર નાખવી જરુરી છે. પ્રથમવાર પંડિત જવાહરલાલ નહેરુને PM તરીકે નિયુક્ત કરાયા હતા ત્યારબાદ દેશની પહેલી ચૂંટણી 1952માં યોજાઈ હતી. 1952માં નહેરુ પ્રથમવાર ઉત્તરપ્રદેશની ફૂલપુર બેઠક પર ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પરથી જીતીને તેઓ ભારતના વડાપ્રધાન બન્યા હતા. આજે પણ આ વિસ્તારના લોકોને પૂછવામાં આવે તો તેઓ ગર્વથી કહે છે કે, અમે દેશને બે વડાપ્રધાન આપ્યા છે. પહેલા નહેરુ અને પછી વિશ્વનાથ પ્રતાપ સિંહ. આ બેઠક પરથી જવાહરલાલ નહેરુ સતત ત્રણ વાર જીતીને દેશના સર્વોચ્ચ પદ ઉપર પહોંચ્યા હતા.
જવાહરલાલ નહેરુ પર લાગતો વંશવાદનો આરોપ કેટલો સાચો છે?
ન્યુઝ ડેસ્કઃ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે પૂણ્યતિથિ છે. જવાહરલાલ નહેરુ સાથે કેટલાક વિવાદો હંમેશા માટે જોડાય ગયા છે. જેમાનો સૌથી મોટો વિવાદ વંશવાદનો છે ત્યારે જોઈએ કે, આ આરોપ કેટલા અંશે સાચો કે ખોટો છે.
1952 પછી 1957 અને 1962માં જવાહરલાલ નહેરુ વિજયી બન્યા હતા. 1964માં નહેરુના નિધન પછી ભારતના કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાએ દિલ્હીની ગાદી સંભાળી હતી. 13 દિવસ વડાપ્રધાન રહ્યા પછી 1964માં લાલબહાદુર શાસ્ત્રીએ વડાપ્રધાન તરીકે સત્તાનું સુકાન સંભાળ્યુ હતુ. શાસ્ત્રીનું આક્સ્મિક મૃત્યુ થતાં ફરી કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાને બનાવવામાં આવ્યા હતા.
ભારતના વડાપ્રધાનની શ્રેણીમાં જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી વચ્ચે બે વડાપ્રધાન બદલાયા. તેમાંથી એક પણ ગાંધી પરિવારમાંથી નહોતા. તે ઉપરાંત જવાહરલાલ નહેરુ ત્રણ વાર ચૂંટણી લડીને અને જીતીને આવ્યા હોય ત્યાં કોંગ્રેસ પાર્ટી પર એક જ પરિવારનો કબ્જો છે એ આરોપ સિધ્ધ થતો નથી. હકીકતમાં કોંગ્રેસમાં વંશવાદ અને પરિવારવાદની શરુઆત જવાહરલાલ નહેરુથી નહીં પરંતુ ઈન્દિરા ગાંધીના સમયગાળાથી શરુ થઈ કહેવાય. ઈન્દિરા ગાંધીના અવસાન પછી તરત જ પેરાસુટ વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીની પસંદગી કરાઈ હતી. ભારતના રાજકારણના ઈતિહાસમાં જવાહરલાલ નહેરુ સાથે જોડાયેલો વંશવાદ કે પરિવારવાદનો વિવાદ પાયાવિહોણો છે. ઈન્દિરા ગાંધીના સમયગાળાથી શરુ થયેલો પરિવારવાદ હાલમાં દેશમાં કોંગ્રેસની સ્થિતી માટે ઘણા અંશે જવાબદાર છે. આજે પણ કોંગ્રેસ આ આરોપથી ગ્રસ્ત છે. જો કે, અન્ય પક્ષો પણ પરિવારવાદ અને વંશવાદથી બચી શક્યા નથી. એ વાસ્તવિક્તા છે.