ગઈકાલે જ 17મી લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયુ છે. ગઈકાલ સાંજથી જ ચેનલો પર Exit Poll આવવાનું શરુ થઈ જાય છે. જો કે દરેક ચેનલના Exit Pollમાં વિવિધ પક્ષોને અલગ-અલગ બેઠકો આપવામાં આવી છે. ક્યારેક Exit Poll ખોટા પણ પડે છે. તો ક્યારેક તે સાચા પડે છે. Exit Pollની વિશ્વસનિયતા ઉપર પણ સવાલો ઉઠતા રહ્યા છે. ત્યારે આ Exit Poll કઈ રીતે તૈયાર થાય છે. Exit Pollમાં દર્શાવતા આંકડા કઈ રીતે રજૂ થાય છે એ આખી પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ છે.
Exit Poll પહેલા ચૂંટણી સર્વેને સમજવુ જરૂરી છે. કેમ કે, આ જ પ્રક્રિયા Exit Pollમાં અપનાવવામાં આવે છે. Exit Poll માટે ખાસ કરીને મતદારો સાથે વાતચીત કરવામાં આવે છે. મતદાર પોતાનો મત આપીને બુથની બહાર નીકળે ત્યારે થોડા જ અંતરે મતદારોને પૂછવામાં આવે છે કે તમે કોને મત આપ્યો? આવા મતદારોના જવાબથી જ કોણ જીતશે? કેટલી બેઠકો મેળવશે? તેનો ક્યાસ લગાવવામાં આવે છે. આ પૂર્વધારણાને જ Exit Poll કહેવામાં આવે છે. મતદાનના છેલ્લા દિવસે સાંજે વિવિધ ચેનલો પર Exit દેખાડવામાં આવે છે.