ન્યૂઝ ડેસ્ક: આ સમસ્યા ધરાવનારા લોકોને પેટમાં દુખાવો, ગેસ, ઝાડા અને કબજિયાતની ફરિયાદ રહેતી હોય છે. કેટલાંક લોકો આહાર, જીવનશૈલી અને તણાવનું નિયમન કરીને બિમારીનાં લક્ષણોને નિયંત્રિત કરી શકે છે. ઇટીવી ભારત સુખીભવ સાથે વંદના કાકોડકરને થયેલી વાતચીતના અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છેઃ
નીચેની સ્થિતિમાં IBSનાં લક્ષણો વણસી શકે છેઃ
આહારઃ ઘણાં લોકો જ્યારે ઘઉં, ડેરી ઉત્પાદનો, ખાટાં ફળો, કઠોળ, કોબીજ, દૂધ અને ઠંડાં પીણાં સહિતના ચોક્કસ ખોરાક કે પીણાંનું સેવન કરે, ત્યારે તેમનામાં IBSનાં લક્ષણો વધુ તીવ્ર થતાં હોય છે.
તણાવઃ IBS ધરાવનારા ઘણા લોકો જ્યારે વધુ તણાવ અનુભવે, ત્યારે તે સમયગાળા દરમિયાન બિમારીનાં લક્ષણો વકરતાં હોય છે અથવા તો લક્ષણો વારંવાર જોવા મળે છે. એક વાત સમજી લેવા જેવી છે કે, તણાવથી લક્ષણો તીવ્ર જરૂર થાય છે, પણ, લક્ષણોનું કારણ તણાવ નથી હોતો.
હોર્મોન્સઃ મહિલાઓમાં IBS થવાની શક્યતા બમણી છે, જે હોર્મોનલ ફેરફારો બિમારીમાં ભાગ ભજવતા હોવાની શક્યતા સૂચવે છે. ઘણી મહિલાઓના જણાવ્યા પ્રમાણે, માસિક સ્રાવ દરમિયાન બિમારીનાં લક્ષણો વધુ ઉગ્ર થાય છે.
પોષણ:IBSની સંભાળ લેવામાં આહાર મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણાં લોકોએ તેમના આહારમાંથી લેક્ટોઝ, હાઇ ફ્રૂક્ટોઝ, ગ્લુટેન (ઘઉંમાં, મેંદામાં તે વધુ પ્રમાણમાં હોય છે) દૂર કરવાની જરૂર છે. તેના કારણે કેટલીક પોષણ સંબંધિત ઊણપો સર્જાઇ શકે છે.
સાથે જ, કેટલાંક લોકોમાં સફરજન, કેરી, પેર (નાસપતી), તડબૂચ જેવાં ફળો તથા કોબીજ, ફ્લાવર જેવાં શાકભાજીના કારણે લક્ષણો વકરતાં હોવાનું પણ નોંધાયું છે.
આમ, ચોક્કસ ખોરાક ખાવાથી દૂર રહેતી વખતે અત્યંત કાળજી રાખવી જરૂરી છે, કારણ કે તેનાથી શરીરમાં અમુક ઊણપ સર્જાઇ શકે છે.
કાર્બોહાઇડ્રેટ્સ: ચોખા, ઓટ્સ, ક્વિનોઆ, મકાઇ, રાગી, જવાર ખાઇ શકાય છે, પણ ઘઉં, જવનો ત્યાગ કરવો જોઇએ.
પ્રોટિન: ઇંડાં, ચિકન, માછલી વગેરે માંસાહારી ચીજો તથા મગની દાળ, તુવેરની દાળ, લીલા ચણા, વટાણા વગેરે મર્યાદિત માત્રામાં લઇ શકાય. દહીં અને છાશનું સેવન હિતકારક છે. ગૌમાંસ, પ્રોસેસ કરેલું માંસ, ચણા, મસૂર, કઠોળ અને દૂધ જેવી ખાદ્ય ચીજોથી દૂર રહેવું.
ફેટ: તેલ, ઘી મર્યાદિત પ્રમાણમાં લેવામાં કશો વાંધો નથી, પણ એવોકાડો, બદામ અને પિસ્તા ન ખાવાં.