જોધપુરઃ ઇરફાન ખાનની ઘણી યાદો જોધપુર સાથે જોડાયેલી છે. જોધપુર અભિનેતાનું મૌસાળ છે, તો અભિનેતાના મામાએ જણાવ્યું કે, ઇરફાનને આઘાત ન લાગે તે માટે તેને માતાના નિધનના સમાચાર આપવામાં આવ્યા ન હતાં.
શહેરની અંદરના વિસ્તારના જાલપ શેરીમાં ઇરફાનના મૌસાળની જૂનું મકાન છે. તેના મામા ડૉ. સાજિદ નિસાર તેના મિત્ર જેવા જ હતા. તે જણાવે છે કે, તે જ્યારે પણ જોધપુર આવતો હતો, ત્યારે ઘરે જવાનું ભુલતો ન હતો. ઘરે જ પોતાની પસંદનું જોધપુરી જમતો હતો.
ઇરફાન ખાનની જોધપુરની યાદો માતાના નિધનના બીજા દિવસે ઇરફાનની તબિયત લથડી હતી. જેથી મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
ઇરફાન ખાનની જોધપુરની યાદો ઇરફાનના મામાનું કહેવું છે કે, તે સતત અભિનેતાના સંપર્કમાં હતાં. કોઇએ આ વિચાર્યું ન હતું કે, તે આટલી જલ્દી આપણને છોડીના ચાલ્યા જશે.
ઇરફાન ખાનની જોધપુરની યાદો ડૉ. સાજિદ વધુમાં જણાવે છે કે, ઇરફાને જોધપુરમાં ખૂબ જ પતંગો ઉડાવી હતી. ફેબ્રુઆરી 2018માં તે જ્યારે જૈસલમેર શૂટિંગ માટે આવ્યા હતા, ત્યારે ઘરે આવ્યા અને બધાને મળ્યા હતા. તે બાદ ફોન પર જ સંપર્ક હતો.
ઇરફાન ખાનની જોધપુરની યાદો ઇરફાનના મામાનું કહેવું છે કે, તે થિયેટર સાથે જોડાયા બાદ અભિનેતા પણ થિયેટરમાંથી બન્યો હતો. ઇરફાનને જ્યારે NSDમાં એડમિશન લેવાનું હતું, ત્યારે જોધપુરની સંગીત નાટક એકેડમીમાંથી જ પત્ર મળ્યો હતો. તે આગળ વાત કરતા કહે છે કે, ઇરફાન જોધપુરના કલાકારોની ખૂબ જ ઇજ્જત કરતા હતા. ફિલ્મ સાથે જોડાયા પહેલા જ તે તેની સાથે થિયેટર જોવા જતા હતા. ઇરફાનની જોધપુરમાં ખૂબ જ યાદો જોડાયેલી છે. ફિલ્મોમાં આવવા પહેલા તે સમયે-સમયે જોધપુર આવતા હતા અને પોતાની નાની અને પરિવારના લોકોને મળતા હતા.
ઇરફાન છેલ્લીવાર હોમી અદજાનિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં સ્ક્રીન પર જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેના પર્ફોર્મન્સના ખૂબ જ વખાણ થઇ રહ્યાં છે. રાધિકા મદાન, દીપક ડોબરિયાલ અને કરીના કપૂર ખાન તેના છેલ્લા કો-સ્ટાર હતા.