ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાળકના જડબાની આરપાર નીકળ્યો લોખંડનો સળિયો, હાલત ગંભીર - ગૌરી બજાર પોલીસ સ્ટેશન

લોકડાઉન દરમિયાન ધાબા પર રમતા બાળક સળિયા પર પડી ગયો હતો. આ સળિયો બાળકના જડબાની આરપાર નીકળી ગયો હતો. બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ આ બાળકની હાલત ગંભીર છે.

iron-bar
બાળકના જડબાની આરપાર નિકળ્યો લોખંડનો સળીયો, હાલત ગંભીર

By

Published : Apr 26, 2020, 2:00 PM IST

ઉત્તર પ્રદેશ: દેવરિયા જિલ્લામાં હ્રદયદ્રાવક ઘટના બની છે. એક માસુમ બાળક ઘાબા પર રમી રહ્યો હતો. જે દરમિયાન તે એક લોખંડના સળિયા પર પડી ગયો હતો. આ સળિયો ગળાના ભાગને છેદીને મોઢામાંથી બહાર નીકળી ગયો હતો. તેના પરિવારના સભ્યોએ સળિયો કાઢવાની કોશિશ કરી હતી. પણ તેમાં સફળ થયા ન હતા.

જે બાદ આ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યા તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી, જે બાદ તેની ગંભીર હાલને ધ્યાનમાં રાખીને ગોરખપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ગૌરી બજાર પોલીસ સ્ટેશનની હદમાં આવતા બૌડી તિવારી ગામના નિવાસી રામલખન રાજભરના દિકરા રાજની ઉંમર 15 વર્ષ છે. લોકડાઉન દરમિયાન પોતાના ઘરની ધાબા પર રમી રહ્યો હતો. આ દરમિયાન તે ધાબા પર રહેલા પીલરના સળીયા પર પડી ગયો હતો. આ સળીયો તેના જડબાની આરપાર નિકળી હતો.

સળીયો વાગવાને કારણે આ બાળક ચીસો પાડવા લાગ્યો હતો, આ ચીસો સાંભળી પરિવારના સભ્યો તેમજ આસપાસના લોકો તેની પાસે દોડી આવ્યા હતા. લોકોએ આ સળીયો તેના જડબામાંથી નિકાળવાના પ્રયાસો કર્યા હતા. પરંતું તેમને સફળતા ન મળતા બાળકને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યા બાળકની હાલતને જોઈ દેવરિયા જિલ્લા હોસ્પિટલના ડૉકટરે પ્રાથમિક સારવાર આપી હતી. અને વધુ સારવાર માટે ગોરખપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

દેવરિયા જિલ્લા હોસ્પિટલના ડૉ. આલોક ગુપ્તાએ જણાવ્યું કે, આ બાળકની હાલત ગંભીર હતી. જે કારણે તેની પ્રાથમિક સારવાર આપી તેને ગોરખપુર મેડિકલ કોલેજ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details